બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / Microsoft CEO Satya Nadella Gets 66% Pay Hike In Fiscal Year 2019

આવક / બાહુબલી ફિલ્મના બજેટ જેટલો છે માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાનો પગાર, એક જ વર્ષમાં 66 % પગાર વધ્યો

Published By: Juhi

Last Updated: 12:43 PM, 17 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Microsoft ના CEO સત્યા નડેલાનું વેતન-ભથ્થું એક વર્ષમાં 66 % વધ્યું. 30 જૂને પુરા થયેલા નાણાંકીય વર્ષમાં તેમને કુલ 4.29 કરોડ ડોલર(30643 કરોડ રૂપિયા)નું વળતર મળ્યું. તેમાં મોટા ભાગનો સ્ટોક એવોર્ડ(શેર)ના રૂપમાં છે. ગત વર્ષે તેમને 2.58 કરોડ ડોલર(184.28 કરોડ રૂપિયા) મળ્યા હતા.

  • 2018 ના વિત્ત વર્ષમાં નડેલાનું ક્મ્પેનસેશન 184 કરોડ રૂપિયા હતુ
  • કારોબારી લક્ષ્ય પ્રાપ્ત કરવા અને કંપનીના શેરની કિંમત વધવાને કારણે નડેલાનું મળ્યો ફાયદો
  • નડેલાની નેટવર્થ 2100 કરોડ રૂપિયા હોવાનું અનુમાન 

કંપનીએ બુધવારે વાર્ષિક રિપોર્ટમાં આ અંગેની માહિતી આપી છે. Microsoft નું નાણાંકીય વર્ષ 1 જૂલાઈથી 30 જૂન સુધીનું હોય છે.

નડેલાને 2014માં 8.43 કરોડ ડોલર  ક્મ્પેનસેશન મળ્યું હતું

- કારોબારી લક્ષ્ય પ્રાપ્ત કરવા અને કંપનીના શેરની કિંમત વધવાને કારણે બોર્ડે નડેલાના ક્મ્પેનસેશનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો. જોકે, તે 2014ના ક્મ્પેનસેશનની સરખામણીમાં લગભગ અડધું છે. તે વર્ષે નડેલાને 8.43 કરોડ ડોલર મળ્યા હતા.

- સ્ટોક  ક્મ્પેનસેશનની સમીક્ષા કરતા Microsoft ના સ્વતંત્ર નિર્દેશકોએ નડેલાના સ્ટ્રેટેજીક નેતૃત્વ- ગ્રાહકોની સાથેનો ભરોસા મજબૂત કરવા, કંપનીની કાર્યપ્રણાલીમાં ફેરફાર, નવી ટેકનીક અને નવા બજારોમાં સફળતાપૂર્વક એન્ટ્રી અને વ્યાપની વાતોનો ખાસ ઉલ્લેખ કર્યો.

 

- Microsoft તરફથી કહેવામાં આવ્યું કે નડેલાના નેતૃત્વમાં છેલ્લા 5 વર્ષમાં કંપનીની માર્કેટ કેપમાં 509 અબજ ડોલરનો વધારો થયો. આ દરમિયાન કંપનીનું ટોટલ શેરહોલ્ડર રિટર્ન 97% વધ્યું. તેના કારણે નડેલાની આવક પણ વધી.

- Microsoft  એ ગત વર્ષે Appleને પાછળ પાડીને વિશ્વની સૌથી વેલ્યુએશનવાળી કંપની પણ બનાવી હતી. Microsoft ની માર્કેટ કેપ 1072 અબજ ડોલર અને Appleની 1059 અબજ ડોલર છે.

નોંધનીય છે કે, સાઉથની સુપરહિટ ફિલ્મ 'બાહુબલી' પણ 180 કરોડ જ્યારે 'બાહુબલી 2' 250 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

CEO Mircrosoft world સત્ય નડેલા Income

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ