બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / MI losss to CSK was due to Rohit Sharma, know the reason

હેં આવું / 105 રન કરનારા રોહિતે મેચ હરાવી ! પણ બન્યું કેવી રીતે? સામે આવ્યું મોટું કારણ

Hiralal

Last Updated: 06:21 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નઈ સુપરકિંગ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડીયન્સની હાર માટે હવે રોહિત શર્માને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે.

રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચમાં રોહિત શર્માએ શાનદાર 105 રન ફટકાર્યાં હોવા છતાં પણ તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ 20 રને મેચ હારી ગઈ. આ મેચમાં હાર્દિક પંડ્યા 6 બોલમાં માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો, જેના માટે ફેન્સ તેને હાર માટે જવાબદાર ગણાવી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે મુંબઈ ઈન્ડિયન્સની હારનું સાચું કારણ રોહિત શર્મા બની ગયો છે.

રોહિત શર્મા કેમ બન્યો હારનું કારણ 
12મી ઓવર સુધી મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 2 વિકેટે 118 રન હતો. તે સમયે રોહિત શર્મા 43 બોલમાં 74 રન રમી રહ્યો હતો. ટીમને છેલ્લી 8 ઓવરમાં એટલે કે 48 બોલમાં 89 રનની જરૂર હતી. એમઆઈની 8 વિકેટ બાકી હતી, તેથી રોહિત શર્માએ અહીંથી જોરદાર બેટિંગ કરવી જોઈતી હતી. વાનખેડેની પીચ બેટ્સમેનો માટે સારી મનાય છે અને રોહિત 43 બોલમાં 74 રને સેટ થયો હોવાથી તે પછીની ઓવરમાં તેણે દનાદન રન ઝીંકવાની જરુર હતી જોકે તે છેલ્લા 20 બોલમાં માત્ર 31 રન જ બનાવી શક્યો હતો. છેલ્લા 6 બોલમાં 17 રન બનાવ્યાં પરંતુ જ્યારે ખરી જરુર પડી ત્યારે રોહિતનું બેટ ખામોશ થઈ ગયું, 13મી ઓવરથી લઈને 18મી ઓવર સુધી રોહિત માટે રન બનાવવા ખૂબ જ મુશ્કેલ હતા, તેથી તે આ 6 ઓવરમાં એક પણ સિક્સ ફટકારી શક્યો નહતો. રોહિતની ધીમી બેટીંગને કારણે અન્ય બેટ્સમેનો પર દબાણ સર્જાયું હતુ, જેના કારણે સામા છેડેથી સતત વિકેટો પડી રહી હતી. રોહિતે છેલ્લી 2 ઓવરમાં ઝડપી બેટિંગ કરી હતી, પરંતુ ટીમને અંતિમ 12 બોલમાં 47 રનની જરૂર હતી, જે તે સમયે અશક્ય લાગતું હતું અને આ રીતે રોહિતની ટીમ 20 રને હારી ગઈ. 

ખેલાડીઓના અભિવાદનમાંથી ભારે પગે ચાલતી પકડી 
રોહિત શર્માએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 63 બોલમાં 105 રનની નોટઆઉટ ઈનિંગ રમી હતી. આ દરમિયાન રોહિતના બેટમાંથી 11 ચોગ્ગા અને પાંચ છગ્ગા નીકળ્યા હતા. આઇપીએલ 2024માં આ તેની પ્રથમ સદી હતી, પરંતુ રોહિતે આ સદીની ઉજવણી કરી નહતી. રોહિતની આ વિસ્ફોટક સદી પણ એળે ગઈ હતી કારણ કે તેની ટીમ 20 રનથી મેચ હારી ગઈ હતી.  મેચ બાદ જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ સાથે હાથ મિલાવી રહી હતી ત્યારે રોહિત ચૂપચાપ માથું ઝુકાવીને કિનારેથી નીકળી ગયો હતો. રોહિતનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યો છે. સ્ટેડિયમમાં હાજર કોઈ ક્રિકેટ ચાહકે  વીડિયો શૂટ કર્યો હતો. રોહિત શર્માના ચહેરા અને બોડી લેંગ્વેજ બંનેમાં હારની નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી છે.

વધુ વાંચો : VIDEO : હાર્ટ પીગળું ગયું ! 105 રન કરનારો રોહિત હાર બાદ ભારે પગે ચાલી નીકળ્યો, કોઈને ન મળ્યો

મુંબઈ ઈન્ડીયન્સ ચોથી મેચ હારી 
આઇપીએલ 2024માં છ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની આ ચોથી હાર હતી. અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ માત્ર બે જ મેચ જીતી શકી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રોહિતે એક છેડો સાચવી રાખ્યો હતો અને સતત આક્રમણ કરતો રહ્યો હતો, પરંતુ તેને બીજા છેડેથી કોઈ બેટ્સમેનનો ખાસ સાથ મળ્યો નહતો અને આ જ કારણે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 રનથી હારી ગઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 43 રન આપ્યા હતા, જ્યારે બે વિકેટ ઝડપી હતી. સાથે જ તે બેટિંગમાં છ બોલમાં માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ