બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Meteorological department forecast for monsoon in Gujarat

ચોમાસું કેટલે પહોંચ્યું? / ગુજરાતમાં ચોમાસું ક્યારે? હજુ રાહ જોવી પડશે કે પછી! શું કહે છે હવામાન વિભાગ, જાણો આગાહી

Kishor

Last Updated: 04:24 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસાને લઈને હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાંગુજરાતના લોકોએ ચોમાસાની રાહ જોવી પડશે.એક સપ્તાહ મેઘરાજા ગુજરાતમાં મહેમાન બને તેવા અણસાર વ્યકત કર્યા છે.

  • ચોમાસું કેટલે પહોંચ્યું?
  • વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી
  • ગુજરાતના લોકોએ ચોમાસાની રાહ જોવી પડશે

હાલમાં જ ગુજરાતને ધમરોળીને ગયેલા બિપોરજોય વાવાઝોડું પોતાની સાથે ધોધમાર વરસાદ પણ લઇને આવ્યું હતું. વાવણી લાયક વરસાદ થતાં ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ધરતીપુત્રોએ અખા ત્રીજનું મુહુર્ત તો સાચવી લીધું છે. જો કે હવે પછીના પાંચથી દશ દિવસ ખેડૂતોએ વરસાદની રાહ જોવી પડશે. કેરળથી પાપા પગલી માંડતું ચોમાસુ હજુ ગુજરાત સુધી પહોંચવામાં સમય લગાડશે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે ગુજરાતના લોકોએ ચોમાસાની રાહ જોવી પડશે. આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, ત્યારબાદ મેઘરાજા ગુજરાતમાં વિધિવત રીતે ધામા નાખશે. 

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસાને લઇને રાજ્યના હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. વાવાઝોડા બાદ રાજ્યમાં અનેક સ્થળોએ અમીછાંટણા થઇ રહ્યાં છે, પરંતુ નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા સિવાય વધુ વરસાદ ક્યાં પડશે નહીં. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહિસાગર, દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગની મોટી આગાહી: આ રાજ્યોમાં 5 દિવસ પડી શકે ધોધમાર વરસાદ, જાણો  ક્યાંથી લેશે ચોમાસું વિદાય | weather update isolated rainfall mizoram  odisha assam tripura india ...

ક્યાં પહોંચ્યું ચોમાસું  ?

રાજ્યાના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાદળછાયું જ વાતાવરણ રહેશે. હાલ પશ્ચિમ બંગાળમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. તો ચોમાસું હાલ ઓડિશા સુધી પહોંચ્યું છે, ગુજરાતમાં ચોમાસું આગામી સપ્તાહમાં દસ્તક દેશે. ઉલ્લેખનીય છે કે બિપોરજોય વાવાઝોડા દરમિયાન રાજ્યમાં ધોધમાર વરસાદને કારણે ખેડૂતોએ વાવણી કરી લીધી છે. ત્યારે જો વરસાદ ખેંચાય તો વાવણી નિષ્ફળ રહેવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સમયસર મેઘરાજાની પધરામણી થાય તેવી લોકો પ્રાર્થના કરી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ