બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા insta ફોટો પરથી કોઈ પણ બનાવી શકશે AI ફોટો, આ સ્ટેપ્સથી અટકાવો

photo-story

6 ફોટો ગેલેરી

જાણી લેજો / તમારા insta ફોટો પરથી કોઈ પણ બનાવી શકશે AI ફોટો, આ સ્ટેપ્સથી અટકાવો

Last Updated: 10:22 AM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Meta એ પોતાનું પહેલું ઇન-હાઉસ AI ઈમેજ જનરેશન મોડલ Muse Image લોન્ચ કર્યું છે. આ સાથે Instagram અને WhatsAppમાં નવા ક્રિએટિવ AI ટૂલ્સ ઉમેરવામાં આવ્યા છે.

1/6

photoStories-logo

1. તમારા insta ફોટો પરથી કોઈ પણ બનાવી શકશે AI ફોટો

આ નવા AI સિસ્ટમથી યુઝર્સ સરળતાથી નવી ઈમેજ બનાવી શકશે પરંતુ તેની સાથે પ્રાઈવસીને લઈને પણ સવાલો ઊભા થયા છે. Metaના આ ફીચર હેઠળ પબ્લિક Instagram પ્રોફાઇલની તસવીરોને વિઝ્યુઅલ રેફરન્સ તરીકે ઉપયોગ કરીને AI ઈમેજ બનાવી શકાય છે. એટલે કે પબ્લિક અકાઉન્ટ ધરાવતા યુઝર્સની તસવીરો તેમની મંજૂરી વગર AI જનરેશન માટે ઉપયોગમાં આવી શકે છે. Metaનું કહેવું છે કે પબ્લિક Instagram અકાઉન્ટ માટે આ સુવિધા ડિફોલ્ટ રૂપે ચાલુ રહેશે. જો યુઝર્સ આ ફીચરનો ઉપયોગ ન કરવા માંગતા હોય તો તેમને પોતાની સેટિંગમાં જઈને તેને બંધ કરવું પડશે. કંપનીએ ઓપ્ટ-આઉટ સિસ્ટમ રાખી છે એટલે કે યુઝર્સે જાતે જ આ સુવિધા બંધ કરવાની રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. Meta Muse Image શું છે અને કેવી રીતે કામ કરે છે?

Metaનું નવું Muse Image મોડલ AIની મદદથી નવી તસવીરો તૈયાર કરી શકે છે. આ ટેક્નોલોજી Meta AI, Instagram અને WhatsApp જેવા પ્લેટફોર્મ પર નવા ક્રિએટિવ ટૂલ્સ લાવશે. યુઝર્સ AI પ્રોમ્પ્ટ લખીને પોતાની પસંદગી મુજબ નવી ઈમેજ બનાવી શકશે. ખાસ વાત એ છે કે જો કોઈ Instagram પ્રોફાઇલ પબ્લિક છે તો તેના યુઝરનેમનો ઉપયોગ કરીને AI સિસ્ટમ તે પ્રોફાઇલના ફોટોને રેફરન્સ તરીકે લઈ શકે છે. આ ફીચરથી ક્રિએટિવ કન્ટેન્ટ બનાવવું સરળ બનશે પરંતુ લોકોની તસવીરોના ઉપયોગને લઈને પ્રાઈવસી અંગે ચિંતા પણ વધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. પબ્લિક Instagram ફોટોનો AIમાં થઈ શકે છે ઉપયોગ

Metaના નવા AI સિસ્ટમમાં પબ્લિક Instagram અકાઉન્ટની તસવીરોનો ઉપયોગ AI ઈમેજ બનાવવા માટે થઈ શકે છે. આ પ્રક્રિયા માટે સંબંધિત વ્યક્તિની અલગથી મંજૂરી લેવાની જરૂર નથી.જો કોઈ વ્યક્તિનું Instagram અકાઉન્ટ પબ્લિક છે તો તેની જાહેર કરેલી તસવીરો AI જનરેશન માટે રેફરન્સ બની શકે છે. આ દરમિયાન ફોટોના માલિકને અગાઉથી કોઈ નોટિફિકેશન પણ આપવામાં આવતું નથી. આ કારણે પબ્લિક પ્રોફાઇલ ધરાવતા યુઝર્સે પોતાની પ્રાઈવસી સેટિંગ્સ પર ધ્યાન આપવું જરૂરી બની ગયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. Metaએ ઓપ્ટ-ઈન નહીં પરંતુ ઓપ્ટ-આઉટ સિસ્ટમ રાખી

સામાન્ય રીતે કોઈ નવા ફીચર માટે કંપનીઓ યુઝરની મંજૂરી લે છે પરંતુ Metaએ અહીં અલગ રીત અપનાવી છે. કંપનીએ ઓપ્ટ-આઉટ મોડલ રાખ્યું છે. એટલે કે આ ફીચર પહેલેથી ચાલુ રહેશે અને જે યુઝર્સ તેનો ઉપયોગ નથી કરવા માંગતા તેમને જાતે સેટિંગમાં જઈને તેને બંધ કરવું પડશે. જો યુઝર કોઈ ફેરફાર નહીં કરે તો તેમનું પબ્લિક Instagram કન્ટેન્ટ Metaના AI ટૂલ્સમાં ઉપયોગમાં આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. Instagramમાં AI ફીચર કેવી રીતે બંધ કરવું?

જો તમે નથી ઈચ્છતા કે તમારા પબ્લિક Instagram ફોટોનો ઉપયોગ Meta AI માટે થાય તો તમે સેટિંગમાં ફેરફાર કરી શકો છો.સૌ પ્રથમ Instagram એપ ખોલો અને ઉપર જમણી બાજુ દેખાતા ત્રણ લાઈન પર ક્લિક કરો. ત્યારબાદ Settings and Activityમાં જાઓ.ત્યારબાદ "How others can interact with you" વિભાગમાં જઈને "Sharing and reuse" વિકલ્પ પસંદ કરો. અહીં ઉપલબ્ધ પરમિશનને બંધ કરીને તમે તમારા કન્ટેન્ટના AI ઉપયોગને રોકી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સેટિંગ બદલ્યા પછી શું અસર થશે?

Metaની માહિતી મુજબ સેટિંગ બદલવાથી માત્ર ભવિષ્યમાં થનારા ઉપયોગ પર અસર પડશે. એટલે કે સેટિંગ બદલતા પહેલા જે AI ઈમેજ બની ચૂકી હશે તેને દૂર કરવામાં આવશે નહીં.જો કોઈ યુઝરની તસવીરનો અગાઉથી AI જનરેશનમાં ઉપયોગ થયો હશે તો તે ઈમેજ યથાવત રહી શકે છે. આથી Instagram યુઝર્સે સમયસર પોતાની પ્રાઈવસી સેટિંગ ચેક કરીને જરૂરી ફેરફાર કરવા જોઈએ જેથી ભવિષ્યમાં તેમના કન્ટેન્ટના ઉપયોગને નિયંત્રિત કરી શકાય.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

AI Image Generation Meta Muse Image Instagram AI Feature
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ