બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Mesh Sankranti 2023 shubh muhurat pitru dosh donate these five items

જ્યોતિષ શાસ્ત્ર / પિતૃદોષથી છો પરેશાન, તો મેષ સંક્રાતિ પર અવશ્ય કરો આ 5 ચીજોનું દાન, દૂર થશે તમામ કષ્ટ!

Manisha Jogi

Last Updated: 12:46 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15 એપ્રિલના રોજ મેષ સંક્રાંતિએ પુણ્ય કાળનો સમય છે. સ્નાન, દાન અને તર્પણ માટે આ દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મનુષ્યને તમામ પ્રકારના કષ્ટથી મુક્તિ મળે છે અને પિતૃદોષ પણ ઓછો થાય છે.

  • સમગ્ર વર્ષમાં 12 સંક્રાંતિ આવે છે. 
  • મનુષ્યને તમામ કષ્ટથી મુક્તિ મળે છે. 
  • પિતૃદોષ ઓછો થાય છે.

સનાતન ધર્મમાં સંક્રાંતિનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સમગ્ર વર્ષમાં 12 સંક્રાંતિ આવે છે, જેમાં મેષ સંક્રાંતિ વિશેષ ફળ પ્રદા કરે છે. પંચાંગ અનુસાર આ વર્ષે 14 એપ્રિલના રોજ સૂર્ય મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. કાશીના જ્યોતિષ પંડિત સંજય ઉપાધ્યાય અનુસાર 15 એપ્રિલના રોજ મેષ સંક્રાંતિએ પુણ્ય કાળનો સમય છે. સ્નાન, દાન અને તર્પણ માટે આ દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મેષ સંક્રાંતિએ ગંગા તથા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ પિતૃદોષથી પરેશાન હોય તેમણે આ દિવસે તર્પણ કરવું જોઈએ. ઉપરાંત શ્રીફળ તરીકે બિલુફળ, સત્તૂ, પંખો, કાચી કેરી અને માટીના ઘડામાં જળ ભરીને બ્રાહ્મણને દાન કરવું જોઈએ. જેનાથી મનુષ્યને તમામ પ્રકારના કષ્ટથી મુક્તિ મળે છે અને પિતૃદોષ પણ ઓછો થાય છે. 

એક મહિનામાં ફળ પ્રાપ્ત થાય છે
ધાર્મિક માન્યતા અનુસાર મેષ સંક્રાંતિએ દાન કરવાથી અનંત પુણ્ય પ્રાપ્તિ થાય છે. આ દિવસે દાન કરવાથી એક મહિના સુધી તેનું ફળ મળે છે. આ કારણોસર ધાર્મિક શહેરોમાં ઘાટ પર સ્નાન અને દાન માટે ભીડ ઉમટી પડે છે. 

માંગલિક કાર્યોની શરૂઆત થાય છે
સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે તે સમયે ખરમાસ સમાપ્ત થાય છે. ઉપરાંત માંગલિક કાર્યોની પણ શરૂઆત થાય છે. સંક્રાંતિના દિવસે છોડ લગ્ન, મુહૂર્ત અનુસાર વિવાહ, બાબરી સિવાયના તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધાર્મિક માન્યતા અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ