બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 09:49 AM, 6 November 2023
ADVERTISEMENT
દિવાળી પહેલા અનેક ગ્રહોનું પરિવર્તન થઈ રહ્યું છે. આજે બુધ ગ્રહ મંગળની રાશિ વૃશ્વિક રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ અને બુધ ગ્રહ શત્રુ છે. આ યુતિને કારણે નકારાત્મક ઘટના ઉત્પન્ન થઈ શકે છે અને તમામ રાશિના જાતકો પર અસર થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ વેપાર, બુદ્ધિ, તર્કશક્તિ, અર્થવ્યવસ્થા, મીડિયા, ચિકિત્સનો ગ્રહ માનવામાં આવે છે. બુધ ગ્રહ 27 નવેમ્બરના રોજ ફરી રાશિ પરિવર્તન કરશે અને ધન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે શનિ અને રાહુની અસરથી મુક્ત થશે.
તમામ રાશિના જાતકો પર થશે અસર
મેષ- જીવનમાં પરેશાની આવી શકે છે. આરોગ્ય પ્રત્યે સાવચેત રહેવું. આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે. રોકાણ ના કરવાથી નાણાંકીય નુકસાન થશે. યાત્રા સુખદ નહીં રહે, પ્લાનિંગ વગર કોઈ કામ ના કરવું.
ADVERTISEMENT
વૃષભ- બિઝનેસમાં નુકસાન થશે. દાંપત્યજીવનમાં મુશ્કેલી રહેશે. ગૃહકલેશ થઈ શકે છે. રોકાણ કરતા પહેલા વિચાર કરવો. નોકરિયાત વ્યક્તિઓ માટે ગોચર ઠીકઠાક રહેશે.
મિથુન- બિમારી અને શત્રુઓ સામે બચાવ થશે. સંઘર્ષની સ્થિતિ બનશે. કઠિન પરિશ્રમ કર્યા પછી સફળતા મળશે. આ દરમિયાન મહત્ત્વપૂર્ણ નિર્ણય ના લેવો.
કર્ક- 21 દિવસના ગોચરકાળમાં કોઈ રોકાણ ના કરવું. કોઈ ને કોઈ મામલે ચિંતા રહેશે. ખાનપાન પર નિયંત્રણ રાખવું. માંસાહાર અને દારૂનું સેવન ના કરવું.
સિંહ- આ રાશિના જાતકોનું કામમાં ઓછું મન લાગશે. આળસ ના કરવી. વગર કામના ખર્ચાઓ વધી શકે છે. ગોચરકાળમાં નિર્ણય લેતા પહેલા વિચાર કરવો.
કન્યા- પરિવાર સાથે સામંજ્ય જાળવી રાખવું, નવા કામની શરૂઆત કરી શકો છે. આર્થિક રૂપે આ સમય તમારા માટે યોગ્ય રહેશે. વિચાર્યા વગર કામ ના કરવું, નહીંતર નુકસાન થઈ શકે છે.
તુલા- ભાગ્ય સાથ આપશે. આકસ્મિક નાણાંકીય લાભ થવાનો યોગ છે. અટકેલું ધન પરત આવી શકે છે. ખાનપાન પર નિયંત્રણ રાખવું, સંપત્તિ બાબતે વિવાદ થઈ શકે છે.
વૃશ્વિક- આ ગોચરથી પરેશાની વધી શકે છે. યાત્રાના કારણે નુકસાન થશે. નાણાંકીય નુકસાન થઈ શકે છે. દાંપત્ય જીવનમાં પરેશાની થઈ શકે છે. વિચાર્યા વગર નિર્ણય ના કરવો.
ધન- આ રાશિના જાતકોને કાયદાકીય મામલાઓમાં સફળતા મળશે. વગર કામનો ખર્ચ થઈ શકે છે. જીવનસાથીનું આરોગ્ય ખરાબ થઈ શકે છે. યાત્રા શુભ નહીં રહે, પરિવારમાં કલેશ થઈ શકે છે.
મકર- આ રાશિના જાતકો માટે આ ગોચર શુભદાયી સાબિત થશે. નાણાંકીય લાભનો યોગ છે. દાંપત્યજીવનમાં મધુરતા આવશે. માન અને સમ્માનમાં વૃદ્ધિ થશે. નવા તામની શરૂઆત થઈ શકે છે, કામ શરૂ કરતા પહેલા વડીલની સલાહ લેવી.
કુંભ- આ રાશિના જાતકો માટે ગોચર લાભદાયી સાબિત થશે. નાણાંકીય લાભ થશે. દુશ્મનની હાર થશે. આર્થિકરૂપે મજબૂત થશો અને પ્રગતિ થશે. દાંપત્યજીવન સુખમયી રહેશે. પરિવારનો સહયોગ મળશે.
મીન- આ રાશિના જાતકો માટે ગોચર અશુભ રહેશે. કાર્યમાં અડચણ આવશે અને સંઘર્ષ વધશે. સફળતા નહીં મળે. મહેનત અનુસાર પરિણામ ના મળવાથી મન દુ:ખી થશે અને નાણાંકીય નુકસાન થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.