બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પરણિત મહિલા-પુરૂષો આ કારણોથી કરે છે એક્સ્ટ્રા મેરિટલ અફેર, ડેટિંગ વેબસાઈટના રિપોર્ટમાં ખુલાસા
Last Updated: 05:29 PM, 27 November 2024
શું એકસ્ટ્રા મેરિટલ અફેરને બિઝનેસ બનાવી શકાય છે? સમાજના પારંપરિક માપદંડો અનુસાર આ યોગ્ય નથી મનાતું, પરંતુ અમેરિકાના એક ડેટિંગ પ્લેટફોર્મે આને સફળ બિઝનેસ મોડેલ બનાવ્યું છે. Ashley Madison નામની આ ડેટિંગ વેબસાઇટ ખાસ કરીને પરણેલા લુક માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ તેવા લોકોને જોડવાનું કામ કરે છે જે પોતાના લગ્ન જીવનની બહાર કોઈ રોમેન્ટિક કે શારીરિક સંબંધની શોધમાં હોય છે.
ADVERTISEMENT

Ashley Madisonની પ્રવક્તા ઇસાબેલા માઇઝે તાજેતરમાં એક વાતચીતમાં આ પ્લેટફોર્મના ક્લાઇન્ટ્સ અને તેમની જરૂરિયાતો વિશે ખુલાસો કર્યો છે. તેનું કહેવું છે કે પરણેલા પુરુષો અને મહિલાઓ, બંને જ પોતાના સંબંધોથી બહાર અફેરની શોધમાં આવે છે, પરંતુ તેમના કારણો અલગ-અલગ હોઈ શકે છે.
ADVERTISEMENT
ઇસબેલાનું માનવું છે કે અફેરને હંમેશા નકારાત્મક દ્રષ્ટિએ જોવામાં આવે છે, પરંતુ આની પાછળ ઘણી વાર લોકો પોતાના સંબંધને બચવાની વૃતિ રાખતા હોય છે. તેણે જણાવ્યું, અફેરનો અર્થ સંબંધને પૂરો કરવાનો નથી. લોકો અને પોતાની શારીરિક કે ભાવનાત્મક જરૂરિયાતોને પૂરી કરવા અપનાવે છે.

ADVERTISEMENT
અમેરિકામાં બદલાતા વિચારો
તાજેતરની એક રિપોર્ટ અનુસાર, અમેરિકામાં 16% લોકો માને છે કે તેમણે પોતાના પાર્ટનરને દગો આપ્યો છે. છતાં, લગભગ 47% અમેરિકી આવા જ છે જે દગો આપતા પાર્ટનરને માફ કરવા માટે તૈયાર રહે છે.
ADVERTISEMENT
Ashley Madison અને અન્ય સ્ત્રોતોથી મેળવેલા ડેટા અનુસાર, 68% યુઝર્સ અને 30% અમેરિકી પ્રતિભાગીઓએ શારીરિક સંતુષ્ટિની ખામીને અફેરનું સૌથી મોટું કારણ જણાવ્યું. ત્યારે એક બીજાનો પ્રેમ પૂરો થવો અફેરનું એક સામાન્ય કારણ જાણવા મળ્યું.
વધુ વાંચો : જો તમને પણ છે આવી 8 આદતો, તો સુધારી દેજો, નહીંતર કિડનીને નુકસાન થતા કોઇ નહીં બચાવે!
ADVERTISEMENT
સંબંધ પૂરો નહીં, માત્ર જીવનમાં બેલેન્સ બનાવવાના પ્રયત્ન
ઇસાબેલા અનુસાર, અફેરને હવે લોકો સંબંધના અંતના રૂપમાં નથી જોતા. પરંતુ આને પોતાના લગ્ન જીવનની અધૂરી જરૂરિયાતોને પૂરી કરવાનું માધ્યમ માને છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.