બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જો તમને પણ છે આવી 8 આદતો, તો સુધારી દેજો, નહીંતર કિડનીને નુકસાન થતા કોઇ નહીં બચાવે!
Last Updated: 02:10 PM, 27 November 2024
કિડની આપણા શરીરનું એક એવું મહત્ત્વનું અંગ છે કે જે લોહીને ફિલ્ટર કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. એટલા માટે જ આપણી કિડનીને સ્વસ્થ રાખવી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ આપણી કેટલીક રોજિંદી આદતો એવી છે કે જેના કારણે કિડનીને નુકસાન પહોંચે છે અને કિડનીની બીમારીનું જોખમ વધારી શકે છે. આપણે ઘણા સમય સુધી આવી આદતો પર ધ્યાન આપતા નથી અને ધીરે ધીરે કિડનીને નુકસાન થવા લાગે છે. ત્યારે આજે એવી જ આદતો વિશે વાત કરી એક જેનાથી કિડનીને નુકસાન થવાનો ખતરો રહે છે.
ADVERTISEMENT

ઓછું પાણી પીવું - શરીર માટે પાણી ખૂબ જ જરૂરી છે. પાણી કિડનીને ઝેરી પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે. ઓછું પાણી પીવાથી કિડની પર ભાર વધી જાય છે અને કિડનીમાં પથરી જેવી સમસ્યા થઈ શકે છે.
ADVERTISEMENT
વધારે પડતું મીઠાનું સેવન - વધારે પડતા મીઠાના સેવનથી બ્લડ પ્રેશર વધે છે અને કિડની પર દબાણ આવે છે. પ્રોસેસ્ડ ફૂડ, જંક ફૂડ અને નમકીન નાસ્તામાં મીઠું વધુ માત્રામાં હોય છે. એટલા માટે આવી વસ્તુઓ સીમિત માત્રામાં જ ખાવી જોઈએ.

ADVERTISEMENT
પ્રોટીનનું વધુ સેવન - વધુ માત્રામાં પ્રોટીનનું સેવન કરવાથી કિડનીએ વધારે કામ કરવું પડે છે. માંસ, ઇંડા અને ડેરી ઉત્પાદનોમાં પ્રોટીન વધુ હોય છે.
દારૂ પીવો - આલ્કોહોલ કિડનીને નુકસાન પહોંચાડે છે અને કિડની રોગનું જોખમ વધારે છે. આલ્કોહોલ લીવરને પણ નુકસાન પહોંચાડે છે, જે કિડનીના કામ કરવા માટે જરૂરી છે.
ADVERTISEMENT
ધૂમ્રપાન - ધૂમ્રપાન કરવાથી બ્લડ પ્રેશર વધે છે અને રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે. જેના કારણે કિડનીને નુકસાન થાય છે.
પેઇન કિલર દવાઓનો વધુ પડતો વપરાશ - પેઈન કિલર દવાઓ પણ વધુ માત્રામાં લેવાથી કિડનીને નુકસાન થઈ શકે છે.
ADVERTISEMENT

ડાયાબિટીસ - ડાયાબિટીસ કંટ્રોલ ન થવાથી પણ કિડનીને નુકસાન થાય છે અને કિડનીના રોગનું જોખમ વધે છે. બ્લડ શુગર લેવલ વધવાને કારણે ધીમે-ધીમે કિડનીને નુકસાન થવા લાગે છે.
ADVERTISEMENT
સ્થૂળતા - સ્થૂળતાને લીધે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ વધે છે, જે કિડનીની બીમારીનું કારણ બની શકે છે.
આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ન પીવા જોઇએ આ 3 ફ્રૂટ જ્યૂસ! નહીંતર લેવાના દેવા પડી જશે
કિડનીને સ્વસ્થ રાખવા શું કરવું?
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.