બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / સુરત / વડોદરા / Mega drive of Gujarat Police against usurers

એક્શન / વ્યાજખોરો વિરૂદ્ધ ગુજરાત પોલીસની મેગા ડ્રાઇવ: વડોદરા સહિત રાજકોટમાં હાથ ધરાઇ મોટી કાર્યવાહી, સુરતમાં 14ની ધરપકડ

Priyakant

Last Updated: 09:21 AM, 6 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં અનેકવાર વ્યાજખોરોના ત્રાસની આપઘાતની ઘટનાઓ વચ્ચે હવે વ્યાજખોરોની ખૈર નથી, પોલીસ એક્શન મોડમાં

  • ગુજરાત પોલીસ વ્યાજખોરો સામે એક્શન મોડમાં 
  • વડોદરા, સુરત અને રાજકોટમાં વ્યાજખોરોની ધરપકડ 
  • લાયસન્સ વગર નાણાં ધીરનાર સામે કાર્યવાહી
  • વડોદરામાં વિજય ભરવાડની પાસા હેઠળ અટકાયત 
  • સુરતમાં મજબુર લોકોને હેરાન કરતા 14 વ્યાજખોરોની ધરપકડ  

ગુજરાતમાં અનેકવાર વ્યાજખોરોના ત્રાસની આપઘાતની ઘટના સામે આવે છે. આ તરફ હવે ગુજરાત પોલીસ પણ વ્યાજખોરો સામે એક્શન મોડમાં આવી છે. વાત જાણે એમ છે કે, વડોદરા, સુરત અને રાજકોટમાં વ્યાજખોરો સામે કાર્યવાહી હાથ ધરી તેમની ધરપકડ કરવામાં આવી છે. જેમાં વડોદરામાં 1, સુરતમાં 14 અને રાજકોટમાં પણ અનેક વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. 

વડોદરામાં પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. જેમઆ લાયસન્સ વગર નાણાં ધીરનાર વિજય ભરવાડની ફતેગંજ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલાયો છે .આરોપીએ ફરિયાદી પાસેથી 29 હજાર 500 સામે રૂપિયા 85 હજાર 400 વસૂલ્યા હતા. આ સાથે બે ગણા રૂપિયા વસૂલ્યા બાદ પણ આરોપીએ ફરિયાદીના પુત્રને ગોંધી રાખ્યો હતો. આ સાથે ફરિયાદીના આધારકાર્ડ અને ફોટોગ્રાફ લઈ કોર્ટમાં જઈ બાંહેધરી કરાવી હોવાનું સામે આવ્યું છે. 

સુરતમાં વ્યાજખોરો સામે સચિન અને GIDC પોલીસની ટીમે કાર્યવાહી કરી છે. વિગતો મુજબ પોલીસે 14 વ્યાજખોરોની ધરપકડ કરી છે. જેમાં શ્રમજીવી, નાના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓને ઊંચા વ્યાજે નાણાં આપી રંજાડતા શખ્સો ઝડપાયા છે. GIDC વિસ્તારમાંથી 11 અને સચિન વિસ્તારમાંથી 3 વ્યાજખોરોની ધરપકડ કરી પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ તરફ રાજકોટમાં પણ વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી સામે આવી છે. જેમાં DCP ઝોન 1ના વિસ્તારમાં વ્યાજખોરીના  7 ગુના નોંધાયા છે. આ સાથે મની લેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુના નોંધાયા છે. વિગતો મુજબ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 4, બી-ડિવિઝન પોલીસમાં 2 કેસ, થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયો 1 ગુનો નોંધાયો છે. મહત્વનું છે કે, 31 જાન્યુઆરી સુધી વ્યાજખોરો સામે પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ છે. જેમાં ગેરકાયદેસર રીતે નાણાં વ્યાજે આપનારા, ખોટી રીતે રંજાળનાર શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે ભોગ બનનારા લોકોને ભય મુક્ત કરાવવા લોક દરબારનું આયોજન કરાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ