બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meeting between former CM Shankarsinh Vaghela and Chhotu Vasava in Gandhinagar

લોકસભા ચૂંટણી 2024 / શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે મુલાકાત, BAP અને કોંગ્રેસના નેતા બેઠકમાં જોડાતા રાજકારણ ગરમાયું

Dinesh

Last Updated: 07:26 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે મુલાકાત થતાં અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા છે, કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલા પણ શંકરસિંહ સાથેની મુલાકાતમાં જોડાયા હતા

લોકસભાની ચૂંટણી નજીક આવતા ફરી રાજ્યમાં ફરી જૂના નેતાઓ એક્ટિવ મોડમાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે મુલાકાત થતાં અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા છે. જેમની આ મુલાકાત બેઠકમાં ભારત આદિવાસી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર દિલીપ વસાવા ઉપસ્થિત રહ્યાં હતાં. 

પૂર્વ CM શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે મુલાકાત
કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલા પણ શંકરસિંહ સાથેની મુલાકાતમાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, BAP પાર્ટીના આગેવાનો બેઠકમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો હતો. આ બેઠક ગાંધીનગર સ્થિત શંકરસિંહના નિવાસસ્થાને મળી હતી. શંકરસિંહ અને BAPની બેઠકને લઈ ભરૂચ બેઠકને લઈ ચર્ચા થઈ હોવાનું અનુમાન છે

ત્રિ-પાંખીયો જંગ જામશે ?
આ વખતે ભરૂચ લોકસભા બેઠક પર ત્રિ-પાંખીયો જંગ જામશે. કારણ કે, ભાજપે મનસુખ વસાવાને ટિકિટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધને ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા છે. તો વળી BAPએ દિલીપ વસાવાને રાજકીય મેદાને ઉતાર્યા છે.

વસાવા vs વસાવા
ભરૂચ લોકસભા બેઠક 1989માં એહમદ પટેલનો ચંદુભાઈ દેશમુખ સામે પરાજય બાદથી ભાજપના હાથમાં રહી છે. 35 વર્ષથી ભાજપના હાથમાં રહેલી ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા 6 ટર્મથી ભાજપે મનસુખ વસાવા પર વિશ્વાસ મૂકી ચુંટણી જંગમાં ઉતાર્યા હતા. જોકે આ વખતે સ્થિતિ અલગ છે. વર્ષ 2024ની ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી ઘણી રસપ્રદ રહેશે તેવું મતદારોથી લઈ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ગુજરાત રાજ્યમાં 26 બેઠક પર કોંગ્રેસ-આપના ગઠબંધનમાં ભાવનગર બાદ ભરૂચ બેઠક આપના ફાળે ગઈ છે. આમ તો ગઠબંધન પહેલાથી જ આપ પાર્ટીએ ચૂંટણી જંગમાં ચૈતર વસાવા પર દાવ રમવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે હવે ગઠબંધનની સત્તાવાર જાહેરાત વચ્ચે ભરૂચ બેઠક પર ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર બન્યા છે. તો સામે 6 ટર્મથી જંગી લીડથી જીતતા મનસુખ વસાવા પર ભાજપે નો રિસ્ક સાથે રીપીટની થિયરી અપનાવી છે.

કોણ છે મનસુખ વસાવા?
મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ છે. 1989થી આ બેઠક પરથી 6 ટર્મ મનસુખ વસાવા ચૂંટાયા છે.  1998,1999,2004,2009,2014 અને 2019માં ચૂંટાયા છે. ભાજપે મનસુખ વસાવાને 7મી ટર્મ માટે ટિકિટ આપી છે. 1994માં ગુજરાત સરકારમાં મંત્રી હતા.  

કોણ છે ચૈતર વસાવા?
12 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. પત્ની 2 વખત નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચુક્યાં છે. ડેડિયાપાડા વિધાનસભા બેઠકમાં AAP પાર્ટીની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા હતા. 55.9 ટકા વોટ સાથે ધારાસભ્ય બન્યા હતા. ભાજપના હિતેશકુમાર વસાવા અને કોંગ્રેસના જેરમાબેન વસાવાને હરાવ્યાં હતાં. ઈન્ડિયા ગઠબંધને ભરૂચ બેઠક પર લોકસભા ટિકિટ આપી હતી. 

ભરૂચ બેઠક પર જીતનો ઈતિહાસ
ગત લોકસભાની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને 55.47 ટકા મતો સાથે 6.37 લાખ મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને માત્ર 26.40 ટકા સાથે 3.03 લાખ મતો પડ્યા હતા. જે વર્ષ 2014ની લોકસભા ચૂંટણી કરતા કોંગ્રેસને 10.92 ટકા મતો ઓછા મળ્યા હતા. જ્યારે ત્રીજા ઉમેદવાર છોટુભાઈ વસાવા જેઓ બીટીપીમાંથી ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. તેમને 12.53% મતો સાથે 1.44 લાખ મતો મળ્યા હતા એટલે કુલ 73.55% એટલે 11.50 લાખના થયેલ મતદાનમાં મનસુખ વસાવા (ભાજપના ઉમેદવાર) 3.34 લાખની લીડ સાથે બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. વર્ષ 2014ની ચૂંટણીમાં પણ મનસુખ વસાવાએ સારી ટક્કર આપી 1.58 લાખની લીડ મળી હતી. તો 2009માં કોંગ્રેસના સમયમાં પણ 27 હજારની લીડ સાથે આગળ રહ્યા હતા. વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે ચર્ચા કરવામાં આવે તો ભરૂચના વર્તમાન સાસંદને ગત ચૂંટણીમાં સૌથી વધુ મત ભરૂચ માંથી 1.13 લાખ જ્યારે સૌથી ઓછા ઝગડીયામાં 77 હજાર મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને સૌથી વધુ જંબુસરમાં 57 હજાર જ્યારે સૌથી ઓછા ઝગડીયામાં 32 હજાર મતો મળ્યા હતા. ગત 4 ટર્મની ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર ત્રિકોણીય ચૂંટણી જંગ રહ્યો છે જેનાથી ભાજપ-કોંગ્રેસને ઓછી-વત્તા અસર રહી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ