બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / Mayank agarwal finally puts end to wild conspiracy theories over viral world cup 2019 picture

રહસ્ય ખુલ્યું / ધોની સાથે હાર્દિક પંડ્યાની સેલ્ફી પર 4 વર્ષથી હતો રહસ્યમયી સવાલ, પંતની પાછળ કોનો હાથ? આખરે ક્રિકેટરે જ આપી દીધો જવાબ

Arohi

Last Updated: 03:17 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2019 Viral Picture: 2019 વનડે વર્લ્ડ કપ વખતે હાર્દિક પંડ્યાએ એક ફોટો પોસ્ટ કર્યો હતો. જે વાયરલ થઈ ગયો હતો. ફોટોએ ફેન્સનું મગજ ચકરાવે પડ્યું હતું.

  • પંતની પાછળ કોનો હાથ? 
  • 4 વર્ષે થયો ખુલાસો 
  • વાયરલ થયો હતો આ ફોટો 

વર્લ્ડ કપ 2019ની ટૂર્નામેન્ટ ભારતીય ફેન્સને એક રનઆઉટના કારણે યાદ હશે. અથવા એમએસ ધોનીના ઈન્ટરનેશનલ રિટાયરમેન્ટના કારણે પણ યાદ હશે. પરંતુ આ ટૂર્નામેન્ટ વખતે એક ફોટો ખૂબ વાયરલ થયો હતો. જે મિસ્ટ્રી બની ગયો હતો. હવે ચાર વર્ષ બાદ આ મિસ્ટ્રી ક્લીયર થઈ ગઈ છે. આ ફોટોમાં જે પાંચ પ્લેયર્સ હતા તેમાંથી એક પ્લેયરે આ આખી મિસ્ટ્રી ક્લીયર કરી દીધી છે. 

2019ના ફોટોની મિસ્ટ્રી 
4 જુલાઈ 2019ના બે દિવસ પહેલા ભારતે બાંગ્લાદેશને 28 રનોથી હરાવ્યું હતું. ગજબના ફોર્મમાં ચાલી રહેલા રોહિત શર્માએ આ મેચમાં પણ સેન્ચુરી મારી હતી. રોહિતનો સાથ કેએલ રાહુલે 77 રનની ઈનિંગ સાથે નિભાવ્યો હતો. બોલિંગમાં જસપ્રીત બુમરાહે ચાર વિકેટ લીધી. આ ટૂર્નામેન્ટમાં આ ભારતની છઠ્ઠી જીત હતી. એટલે કે મૂડ સારો હતો. 

આ વચ્ચે હાર્દિક પંડ્યાએ એક ફોટો શેર કર્યો હતો. તેમાં હાર્દિકની સાથે એમએસ ધોની, ઋષભ પંત, મયંક અગરવાલ અને બુમરાહ હતા. હાર્દિકે જણાવ્યું કે તે પ્લેયર્સની સાથે ફરવા નિકળ્યા હતા. ફોટો સારો હતો. બધા જ પ્લેયર્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. 

પરંતુ ફોટોમાં એક વસ્તુ એવી હતી જેના પર ખૂબ સવાલ ઉભા થયા. ઋષભ પંતના ખભા પરનો હાથ કોનો હતો? તે કોઈની સમજમાં ન આવ્યું. સવાલ વાજબી પણ હતો. કારણ કે પ્લેયર્સના પોઝીશન્સને જોતા એ વાત સમજવી મુશ્કેલ છે. આટલા વર્ષો બાદ હવે આ મિસ્ટ્રી ફોટોને ભેદ ખુલી ગયો છે. વર્ષોની શોધ બાદ આ સવાલનો જવાબ મળી ગયો છે. જવાબ આપનાર ખૂબ ફોટોનો ભાગ છે. 

મયંક અગરવાલે કરી ટ્વીટ

મયંક અગરવાલે આ ફોટો ફરીથી ટ્વીટ કરતા લખ્યું, "વર્ષોની વ્યાપક શોધ, દલીલ અને અગણીત રોન્સપિરેસી થીયરી બાદ આખરે દેશને જણાવી જ દેવામાં આવે કે ઋષભ પંતના ખભા પર મારો હાથ છે. કોઈ પણ બીજા દાવા ખોટા અને ભ્રામક છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ