બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / Mayank Agarwal dropped from BCCI's Central Contract List and IPL career in trouble

IPL 2023 / પહેલાં ટીમ ઇન્ડિયામાંથી છુટ્ટી, બાદમાં કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી પત્તું કટ, હવે આ દિગ્ગજનું IPL કરિયર પણ સંકટમાં!

Megha

Last Updated: 09:34 AM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી પણ કાઢી નાખવામાં આવ્યો હતો અને હવે લાગી રહ્યું છે કે આ દિગ્ગજ ખેલાડીની IPL કારકિર્દી પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે.

  • સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાને
  • ભારતીય બેટ્સમેન પણ સતત બીજી મેચમાં ફ્લોપ રહ્યો
  • ખરાબ પ્રદર્શનને કારણે તેને ટીમ ઈન્ડિયામાંથી રજા આપવામાં આવી હતી

IPL 2023ના ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સૌથી વધુ સેલેરી પર્સ સાથે મેદાનમાં ઉતરી હતી અને પોતાની બેટિંગને મજબૂત કરવા માટે મોટી રકમ ખર્ચી હતી. પણ અત્યાર સુધી હજુ ફ્રેન્ચાઈઝીને તેનો લાભ મળ્યો નથી. જણાવી દઈએ કે સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાને છે અને પહેલી બંને મેચ પણ હારી ચૂકી છે. નોંધનીય છે કે એક દિવસ પહેલા જ લખનૌ સુપર જાયન્ટ્સે હૈદરાબાદને 5 વિકેટે સરળતાથી હરાવ્યું હતું.

એ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ લખનૌ સુપર જાયન્ટ્સ સામે પહેલા બેટિંગ કરી રહ્યું અને ટીમે 20 ઓવરમાં 121 રન જ બનાવી શકી હતી. કેએલ રાહુલની કપ્તાનીમાં લખનૌની ટીમે 5 વિકેટ ગુમાવીને એ રન કરી લીધા હતા. જોવા મળ્યું છે કે આ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગ અત્યાર સુધી નિષ્ફળ રહી છે. એવામાં એક અનુભવી ભારતીય બેટ્સમેન પણ સતત બીજી મેચમાં ફ્લોપ રહ્યો હતો. 

નોંધનીય છે કે આ ખેલાડીના ખરાબ પ્રદર્શનને કારણે તેને ટીમ ઈન્ડિયામાંથી રજા આપવામાં આવી હતી અને આ ખેલાડીને BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી પણ કાઢી નાખવામાં આવ્યો હતો અને હવે લાગી રહ્યું છે કે આ દિગ્ગજ ખેલાડીની IPL કારકિર્દી પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે.

એ ખેલાડી છે ટીમ ઈન્ડિયાના ઓપનર મયંક અગ્રવાલ. IPL 2023ની પહેલી બે મેચમાં મયંક મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્સ સામે ઇનિંગની શરૂઆત કરતી વખતે મયંક માત્ર 7 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો અને રાજસ્થાન રોયલ્સ સામેની પ્રથમ મેચમાં મયંક પણ 23 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. એવામાં હવે લાગી રહ્યું છે કે જો મયંક આવનાર મેચોમાં પણ આવી જ નિરાશાજનક રમત બતાવશે તો તેને આઈપીએલમાંથી પણ બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ