બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Match between Gujarat Titans and Kolkata Knight Riders at Narendra Modi Stadium

IPL 2023 / આજે ફરી ગુજરાત ટાઈટન્સના હોમ ગ્રાઉન્ડ મોદી સ્ટેડિયમમાં મેચ: સટોડીયાઓ પર પોલીસની ખાસ નજર

Malay

Last Updated: 03:50 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાનારી મેચને લઈને ગોઠવાયો પોલીસનો લોખંડી બંદોબસ્ત.

  • આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL
  • ગુજરાત અને કોલકાતા વચ્ચે ટક્કર
  • સ્ટેડિયમમાં ગોઠવાયો પોલીસનો બંદોબસ્ત

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની મેચ યોજાવા જઈ રહી છે. આજે ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઈડર્સ ટકરાશે. IPL મેચને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "31 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી  સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ-ચેન્નાઇ સુપર કિંગ્સ મેચ: આજથી મેચની ટિકીટનું  વેચાણ ...
પ્રતિકાત્મક તસવીર

સ્ટેડિયમમાં ગોઠવાયો પોલીસનો બંદોબસ્ત
આજે ગુજરાત ટાઇટન્સની ટીમ પોતાની હોમ પિચ પર જીતવા ઉતરશે તો બીજી તરફ સ્ટેડિયમની સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મીઓ અને પોલીસ જવાનોની નજર ચારેબાજુ રહેશે. આજે સ્ટેડિયમ ખાતે 9 DCP, 18 ACP, 40 PI સહિત ત્રિસ્તરીય સુરક્ષા ગોઠવવામાં આવી છે. તો આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 82 PSI, 1 હજાર 862 પોલીસ કર્મચારી તેમજ 500 હોમગાર્ડના જવાન તૈનાત રહેશે. શુક્રવાર (31 માર્ચ)ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ઉદ્ઘાટન મેચમાં 150 મોબાઇલ ચોરી થવાની ફરિયાદો પોલીસને મળી હતી. ત્યારે આ વખતે મોબાઈલ ચોરો પર પણ ખાસ નજર રાખવામાં આવશે. 

બુકીઓ પર રહેશે બાજ નજર
આ ઉપરાંત આજે સ્ટેડિયમની અંદર અને બહાર સટ્ટો રમાડનારા બુકીઓ ઉપર પોલીસની બાજ નજર રહેશે. ક્રાઈમ બ્રાંચ, ATS, SOG તેમજ CID ક્રાઈમની ટીમો સટ્ટો રમાડનારા બુકીઓ પર નજર રાખશે.  

Topic | VTV Gujarati
પ્રતિકાત્મક તસવીર

દર 8થી 10 મિનિટે મેટ્રો ટ્રેન આવશે
અગાઉ ટ્રાફિક વિભાગના DCP નીતા દેસાઈએ જણાવ્યું હતું કે, બપોરે 2 વાગ્યાથી જનપથથી મોટેરા સુધીનો રસ્તો વાહન ચાલકો માટે બંધ રહેશે. જેની જગ્યાએ વાહન ચાલકો જનપથથી વિસત ONGC થઈ તપોવન સર્કલ સુધી અવરજવર કરી શકશે. સ્ટેડિયમમાં પ્રેક્ષકોને 3 વાગ્યે એન્ટ્રી આપવાની શરૂ કરી દેવામાં આવશે. બપોરે 2 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી રસ્તો બંધ કરી દેવામાં આવશે. લોકો સરળતાથી અવરજવર કરી શકે તે માટે BRTSની 29 બસ વધારવામાં આવી છે. આ ઉપરાંત AMTSના રુટ પણ વધારવામાં આવ્યા છે. મેટ્રો પણ રાતે 2:30 વાગ્યા સુધી ચાલશે. દર 8થી 10 મિનિટે મેટ્રો ટ્રેન આવશે.

નીતા દેસાઈ (DCP, ટ્રાફિક વિભાગ)

20 પાર્કિંગ પ્લોટ ફાળવાયા
તેઓએ જણાવ્યું હતું કે, મેચ દરમિયાન સૌથી વધુ સમસ્યા પાર્કિગની ઉભી થતી હોય છે. તેથી શૉ માય પાર્કિંગના 20 પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જેમાં 4 પ્લોટ ટુ વ્હીલર, 15 ફોર વ્હીલર માટે છે તથા 1 પાર્કિંગ પ્લોટ VIP પાર્કિંગ માટે છે, જે સ્ટેડિયમની અંદર રહેશે.

કેવી રીતે દઈશ' :વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પર 4 કરોડનું ભારણ,  પોલીસ બંદોબસ્ત લીધો પણ રૂપિયા ચૂકવ્યા નહિ | 'How to give': Load of Rs 4  crore on ...
પ્રતિકાત્મક તસવીર

પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશન માટે બસ અને મેટ્રોનો ઉપયોગ કરવાની અપીલ
આ ઉપરાંત ગેટ નંબર 3થી VIP એન્ટ્રી રહેશે. દર વખતે પાર્કિંગથી સ્ટેડિયમ જવા માટે પ્રેક્ષકોને મુશ્કેલી થાય છે, જેથી આ વખતે દૂરના પાર્કિંગથી શટલ સર્વિસ આપવામાં આવશે. જે પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્ક કરશે તેમને પાર્કિંગથી સ્ટેડિયમ નજીકના 1 અને 2 નંબરનાં ગેટ સુધી ફ્રીમાં ઇકો ગાડીમાં ઉતારવામાં આવશે. સ્ટેડિયમમાં સિનિયર સિટીઝન માટે ગોલ્ફ કાર પણ રાખવામાં આવી છે. ત્યારે શહેર પોલીસ દ્વારા મેચ જોવા આવતા પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશન માટે બસ અને મેટ્રોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

રાહુલ અને રાશિદે ટીમને જીત અપાવી 
અમદાવાદમાં રમાયેલી IPL 2023ની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઇ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 7 વિકેટે 178/7 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ગુજરાતે 19.2 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ચેન્નાઈ માટે ઋતુરાજ ગાયકવાડે જબરદસ્ત બેટિંગ કરી અને 50 બોલમાં 92 રન બનાવ્યા. તેની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને નવ છગ્ગાનો સમાવેશ થાય છે. ગુજરાત ટાઇટન્સ તરફથી શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી હતી અને 36 બોલમાં 63 રનની ઇનિંગ રમી હતી. આ પછી રાહુલ તેવટિયાએ 15 અને રાશિદ ખાને 10 રનની અણનમ ઇનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ