બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાના ગોત્રીમાં ઈસ્કોન હાઈટ્સમાં ભીષણ આગ, 10 માળ સુધી જ્વાળાઓ,ભારે અફરાતફરી
Last Updated: 07:32 PM, 15 April 2026
સંસ્કારી નગરી વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી હાઈરાઈઝ કોમર્શિયલ બિલ્ડિંગમાં આજે એક ભયાનક આગની ઘટના બની છે. ગોત્રી રોડ પર આવેલી જાણીતી ઇમારત 'ઇસ્કોન હાઈટ્સ'માં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં દસ માળની આ આખી બિલ્ડિંગ તેની ઝપેટમાં આવી ગઈ હતી. બિલ્ડિંગના ઉપરના માળ સુધી આગની ભયાનક જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં દેખાતા હતા, જેના કારણે આસપાસના લોકોમાં પણ ભારે ફાળ પડી હતી.
ADVERTISEMENT
#WATCH | Gujarat: Fire breaks out in a building in Gotri area of Vadodara. Firefighting operations are underway. More details awaited. pic.twitter.com/amxpzp6mOM
— ANI (@ANI) April 15, 2026
ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડ હરકતમાં આવ્યું હતું અને આગની તીવ્રતાને જોતા તાત્કાલિક 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. ભાયલી, દાંડીયા બજાર અને વડીવાડી ફાયર સ્ટેશન સહિતના વિવિધ વિસ્તારોમાંથી ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે રવાના થયો હતો. 10થી વધુ ફાયર ટેન્કરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાઈરાઈઝ બિલ્ડિંગ હોવાથી ઉપરના માળે લાગેલી આગને બુઝાવવા માટે ફાયર વિભાગે હાઈડ્રોલિક પ્લેટફોર્મ જેવા અત્યાધુનિક સાધનોની પણ મદદ લીધી છે.
ADVERTISEMENT
સદનસીબે, આ મોટી દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી, જે વહીવટી તંત્ર માટે મોટી રાહતની વાત છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં ફાયર વિભાગના જવાનો દ્વારા બિલ્ડિંગના અંદરના ભાગે સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે જેથી કોઈ વ્યક્તિ ફસાયેલી હોય તો તેને સુરક્ષિત બહાર કાઢી શકાય. આ ઘટનાને પગલે ગોત્રી રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંદોબસ્ત ગોઠવ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.