બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડામાં ફૂડની કંપનીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં

દુર્ઘટના / ખેડામાં ફૂડની કંપનીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં

Last Updated: 08:26 AM, 28 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડાની ફૂડ ઈન્ડસ્ટ્રીઝમાં અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

ખેડા જિલ્લાની વૈકુંઠધામ કાજીપુરા વિસ્તાર સ્થિત એક ફૂડ ઈન્ડસ્ટ્રીમાં આજે સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ કંપની હોલસેમ ફૂડ ઈન્ડસ્ટ્રી છે. જે મુખ્યત્વે ખાદ્ય પદાર્થોના એક્સપોર્ટ સાથે સંકળાયેલી છે. આગ એટલી વિકરાળ હતી કે કંપનીના મોટા હિસ્સા પર તેની અસર થઈ હોવાનું અનુમાન છે.

આગ લાગવાની જાણ થતા તરત ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. સ્થળ પર પાંચથી વધુ ફાયર ફાઈટિંગ વાહનો તાત્કાલિક મોકલવામાં આવ્યા હતા. ફાયર કર્મચારીઓની મહેનત પછી કેટલાક કલાકોમાં આગને આંશિક કાબૂમાં લેવાઈ હતી.

હાલ સુધીમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. પરંતુ મશીનો, સ્ટોક અને ઈમારતને ભારે નુકસાન થયાનું અનુમાન છે. આગ કેવી રીતે લાગી તેની તપાસ ચાલી રહી છે, જોકે શરુઆતના અંદાજ મુજબ ટૂંકી સાકડાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. હાલ અગ્નિકાંડનું સાચું કારણ અકબંધ છે.

આ પણ વાંચોઃ 'લેઉઆ-કડવા પાટીદારો એક જ' ગોવિંદ ધોળકિયાએ નરેશ પટેલની ગેરહાજરી પર આપ્યો જવાબ

ઘટનાને લઈ કંપનીના મેનેજમેન્ટ તથા સ્થાનિક પ્રશાસન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈ ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગથી થયેલા નુકસાનીનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kheda news Fire in Kheda Food Factory Kheda Food Factory
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ