બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 'લેઉઆ-કડવા પાટીદારો એક જ' ગોવિંદ ધોળકિયાએ નરેશ પટેલની ગેરહાજરી પર આપ્યો જવાબ
Last Updated: 11:57 PM, 27 July 2025
રાજકોટમાં સરદારધામના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાઇ ગયો.. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પટેલ સમાજને વાણીમાં સંયમ રાખવા ટકોર કરી હતી.. કાર્યક્રમમાં લેઉઆ પાટીદાર સમાજના અગ્રણીઓની ગેરહાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ADVERTISEMENT
આ દરમ્યાન રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકીયાએ પણ લેઉઆ અને કડવા પાટીદારોને એક થવા હાકલ કરી હતી. જો કે ઉલ્લેખનીય વાત એ હતી કે લેઉઆ પાટીદાર સમાજના અગ્રણીઓ કાર્યક્રમમાં ગેર હાજર રહ્યા હતા..જ્યારે ગોવિંદ ધોળકીયાને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળા શા માટે ઉપસ્થિત નથી રહ્યા તેવો સવાલ કરાયો ત્યારે તેમણે કહ્યું કે બધાને પોત-પોતાની સગવડતા અને અગવડતા ઉપરાંત પોત-પોતાના કાર્યો હોય, જેથી તેઓ નથી આવ્યા, તેનો અર્થ એવો ન થાય કે તેમને રસ નથી. કોઇ અલગ નથી. લેઉઆ અને કડવા પાટીદાર ભેગા જ છે.
કડવા અને લેઉવા પાટીદારો એક જ છે: ગોવિંદ ધોળકિયા
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 27, 2025
રાજકોટમાં સરદારધામના ભૂમિપૂજનનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ગોવિંદ ધોળકિયાએ નિવેદન આપતા જણાવ્યું કે, તમામ પાટીદાર સમાજ એક જ છે. નરેશ પટેલની ગેરહાજરી અંગે જણાવ્યું કે, કોઈકને અગવડતા હોય તો તે ન આવ્યું હોય. કાર્યક્રમમાં… pic.twitter.com/uEqv8I3ztg
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કોળી સમાજના નેતા પ્રદેશ પ્રમુખ બનશે? કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આપ્યો જવાબ
ખોડલધામના પૂર્વ પ્રમુખ અને હાલ સરદારધામના સૌરાષ્ટ્રના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે લેઉઆ પાટીદાર સમાજ અને કડવા પાટીદાર સમાજ બન્ને એક જ છે. જો કે નરેશ પટેલની ગેરહાજરીને લઇને પૂછાયેલા સવાલનો જવાબ તેઓએ આપ્યો ન હતો.. બીજી તરફ મુખ્યમંત્રીએ બહુ સૂચક વાત કરતા કહ્યું હતું કે પાટીદાર સમાજ પાસે વાણી સીવાય બધુજ છે.આમ આડકતરી રીતે તેમણે પટેલ સમાજને વાણીમાં સંયમ રાખવા અપીલ કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.