બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કોળી સમાજના નેતા પ્રદેશ પ્રમુખ બનશે? કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આપ્યો જવાબ
Last Updated: 07:41 PM, 27 July 2025
ભાજપના પ્રદેશ પ્રમુખને લઈ ગઢડામાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું નિવેદન સામે આવ્યું છે. કોળી સમાજમાંથી કોઇની પ્રદેશ પ્રમુખ તરીકે પસંદગી થશે કે કેમ તેનો જવાબ આપતા કુંવરજી બાવળીયાએ કહ્યું તે વિષય રાજકીય છે અને નિર્ણય ત્યાંથી લેવાશે,સાથે જ કહ્યું કે સમાજ માટે જે કરવાનું થતું હશે ત્યાં સરકારમાં અમે બેઠા છીએ. શું ઓબીસીમાંથી કોઇ આગામી સમયમાં પદ ગ્રહણ કરી શકે કે કેમ તેવા સવાલ પર બોલતા તેમણે કહ્યું કે કોઈપણ સમાજ એના હક અને અધિકારો માટે માંગણી કરી શકતા હોય છે
ADVERTISEMENT
મહત્વનું છે કે ત્રણ દિવસ પહેલા ભાજપના નેતા દિલીપ સંઘાણીનું પ્રદેશ પ્રમુખને લઈને નિવેદન સામે આવ્યું હતું... તેમણે ટૂંક સમયમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષની નિમણૂકના સંકેત આપ્યા હતા.. તેમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિમણુંક કરાશે.. વહીવટી,પોલિટિકલી વ્યસ્તતાને કારણે થોડું મોડું થયું હોવાનું પણ તેમણે કહ્યું હતું.
નવી પસંદગીને લઈને ચારથી પાંચ નામોની ચર્ચા ચાલી રહી છે, જેમાં જીતુ વાઘાણી, દેવુસિંહ ચૌહાણ, મયંક નાયક અને જગદીશ પંચાલ જેવા નેતાઓના નામ રેસમાં છે. જીતુ વાઘાણી અગાઉ પણ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને પાટીદાર તથા સૌરાષ્ટ્ર ક્ષેત્રમાંથી આવતાં હોવાને કારણે તેઓનું નામ આગળ ધપાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ, મધ્ય ગુજરાતમાંથી દેવુસિંહ ચૌહાણ અને ઉત્તર ગુજરાત તરફથી મયંક નાયક જેવા ચહેરાઓ પણ પ્રમુખપદ માટે ચર્ચામાં છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ખેડામાં ખાડે ગયું તંત્ર, સ્મશાનનો રસ્તો ભરાયો કાદવ-કીચડથી છવાયો, નવાની માગ ઉઠી
સૌરાષ્ટ્ર ઝોનને અત્યાર સુધી સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે અને પાટીદાર નેતાઓએ રાજ્ય ભાજપના સંગઠન પર લાંબા સમય સુધી દબદબો જાળવ્યો છે. હવે જોવાનું એ છે કે શું પાર્ટી જૂની જ પેટર્ન પર આગળ વધશે કે પછી નવા સમીકરણો સાથે નવી વૃત્તિ અપનાવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.