બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડામાં ખાડે ગયું તંત્ર, સ્મશાનનો રસ્તો ભરાયો કાદવ-કીચડથી છવાયો, નવાની માગ ઉઠી

હાલાકી / ખેડામાં ખાડે ગયું તંત્ર, સ્મશાનનો રસ્તો ભરાયો કાદવ-કીચડથી છવાયો, નવાની માગ ઉઠી

Last Updated: 03:45 PM, 27 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઝાદીના 78 વર્ષ પછી પણ રાજ્યમાં અનેક એવા ગામ છે, જ્યાંના લોકો પાયાની સુવિધાથી વંચિત છે. આવું જ એક ગામ ખેડા જિલ્લામાં આવેલું છે. ખેડાના સુરાશામળ ગામના ભગવાન પુરા વિસ્તારના લોકોને સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો નથી.

જીવતા જીવ તો સુખ નહીં પણ મર્યા બાદ પણ તંત્ર અને અધિકારીઓના પાપે સુખેથી અંતિમ સંસ્કાર પણ થઈ શકતા નથી. નડિયાદના સુરાશામળ ગામના લોકો વર્ષોથી સ્મશાન અને તેને જોડતા રસ્તાની માંગ કરી રહ્યા છે પણ તંત્રના બહેરા કાને આ લોકોની માંગ નથી સંભળાઈ રહી છે. અને આ વરસાદની સિઝનમાં પણ પાયાની સુવિધા થી નાગરિકો વંચિત રહ્યા છે.

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાનું અને મહુધા વિધાનસભામાં આવતું સુરાશામળ ગામ... આ ગામમાં ભગવાન પુરા ગામના નામથી એક વિસ્તાર આવેલો છે. જ્યાં લગભગ અઢીસો જેટલા ઘર અને 1,000 થી પણ વધુ વસ્તી હાલ વસવાટ કરી રહી છે. જ્યાં વસવાટ કરે છે ત્યાં આસપાસ ખેતરો આવેલા છે અને જાણે કે આસપાસ ખેતરો વચ્ચેના ટાપું મા રહેતા હોય તેવો ઘાટ અહ્યા સર્જાયો છે.

તેમાં બનાવવામાં આવેલા કાચા રસ્તામાંથી તેઓ પસાર થાય છે. અને સુરાશામળ ગામનું જે સ્મશાન છે તે ત્રણ કિલોમીટર દૂર આવેલું છે. જેથી ભગવાન પુરા વિસ્તારના લોકો નજીકમાં આવેલ તળાવના કિનારે ટેકરા ઉપર વર્ષોથી ખુલ્લામાં કોઈ જ વ્યવસ્થા વગર અંતિમ સંસ્કાર કરે છે. આ ઉપરાંત ભગવાનપુરા ગામમાં રહેતા 100 થી વધુ બાળકો પણ ખેતરો ખૂંદીને શાળાએ જવા મજબૂર બને છે. બાળકોને કોઈ સરીસૃપ કરડી ન જાય તે ડરથી ઘણા માતા-પિતા બાળકોને સ્કૂલે મોકલવાનું પણ ટાળી રહ્યા છે.

આ સાથે સ્થાનિકોએ એ પણ આક્ષેપ કર્યો કે જ્યારે ચૂંટણી હોય ત્યારે અહ્યા દારૂ અને ચવાણુ વહેચવામા આવે છે. અને ચૂંટલી સમયે રોડ તેમજ સ્મશાન બનાવવાનો વાયદો કરવામા આવ્યો હતો. પણ ચૂંટણી જીત્યા બાદ કોઈ અહ્યા ફરકતુ પણ નથી.

સ્મશાન યાત્રાને સ્મશાનની જગ્યાએ પહોંચવા માટે કોઈ જ પાકો રસ્તો ન હોવાને કારણે ખેતરો ખૂંદીને અને ભરાયેલા પાણી અને કાદવ કીચડ વાળા કાચા રસ્તા પરથી પસાર થવા મજબૂર બને છે. એક વર્ષ અગાઉ પણ કેડ સમા પાણીમાંથી ડાઘુ નનામી લઈને જતા હતા તે અહેવાલ સંદેશ ન્યૂઝ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ, અનેક જિલ્લામાં ભારે નુકશાન, સૌથી વધુ ખુવારી ઉત્તરમાં

તેમ છતાં આજ દિન સુધી આ જ પ્રકારની પરિસ્થિતિમાં લોકો જીવવા મજબૂર બનેલા છે પણ સુરાશામળ ગામના સરપંચ, તલાટી, ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારને અનેકો અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી તંત્રના બહેરા કાને આ રજૂઆત સંભળાઈ નથી અને કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ત્યારે આ મામલે સુરાશામળ ગામના સરપંચ ઉપરના અધિકારી પર સમગ્ર મામલો ઢોળીને પોતાની જવાબદારીમાંથી છટકતા જોવા મળ્યા. ગ્રામજનોની માંગ છે કે તેમને જો એક પાકો રસ્તો સ્મશાન સુધીનો બનાવી આપવામાં આવે તો તેમની તમામ તકલીફો દૂર થઈ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kheda News Kheda Basic Facilities
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ