બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ, અનેક જિલ્લામાં ભારે નુકશાન, સૌથી વધુ ખુવારી ઉત્તરમાં
Last Updated: 03:13 PM, 27 July 2025
Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો હતો. છુટોછવાયા વરસાદ સિવાય ક્યાય વરસાદ જોવા મળ્યો ન હતો. આ કારણે તાપમાનનો પારો ઉંચકાયો હતો, જેના કારણે ગરમીનું પ્રમાણ પણ વધ્યું હતું. ભારે ઉકળાટ અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે ગઈકાલ (26 જુલાઈ) રાતથી જ મેઘરાજાએ દેખા દીધી છે.
ADVERTISEMENT
પાટણ: મિત્રાણા ગામમાં ભરાયા વરસાદી પાણી, જનતા રિપોર્ટર કિરણ મોદીએ મોકલ્યો વીડિયો#patan #GujaratRain #rain #RainGujarat #WeatherForecast #RainForecast #VTVDigital pic.twitter.com/PrlSQZLkG3
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 27, 2025
વરસાદી પાણી ઘરમા ઘૂસી ગયા
ADVERTISEMENT
રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘસવારી જોવા મળી હતી. હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી કરી હતી. ત્યારે અરવલ્લી, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતને વરસાદે ધમરોળ્યું છે. મુશળધાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા, તો કેટલીક સોસાયટીમાં વરસાદી પાણી ઘરમા ઘૂસી ગયા હતા. ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું હતું. આ સિવાય રસ્તાઓ પર પાણી વળતા નદીઓ બની ગયા હતા.
અમદાવાદ-વિરમગામ હાઈવે પર ટ્રાફિકજામ, કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા વાહનચાલકો મજબૂર#ahmedabad #viramgam #trafficjam #gujaratinews #vtvdigital pic.twitter.com/7mWRm1YnJw
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 27, 2025
ADVERTISEMENT
બાવળામાં જ્યાં જુઓ ત્યાં પાણી
બાવળામાં સતત વરસાદથી શહેર બેટમાં ફેરવાયું હતું. સવારથી જ ધોધમાર વરસાદ વરસતા લોકજીવન ખોરવાયું ગયું હતું. મુખ્ય માર્ગથી લઈને અન્ય રસ્તાઓમાં ભરાયું વરસાદી પાણી ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હતા.
ADVERTISEMENT
બનાસકાંઠા જિલ્લામાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 27, 2025
બનાસકાંઠા જિલ્લાના વડગામ, ડીસા, દાંતીવાડા, પાલનપુરમાં મેઘ મહેર થઈ હતી. આ ઉપરાંત ધાનેરા, લાખણી, દાંતા, અમીરગઢમાં પણ વરસાદ વરસ્યો હતો. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.#Banaskantha… pic.twitter.com/rJN2dzfypl
આજે (27 જુલાઈ) વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદ પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી, જેના પગલે અનેક વિસ્તાર જળમગ્ન બન્યા હતા. લાંબા અંતરાલ બાદ વરસાદ પડતા વાતવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે રસ્તા પર ગોઠણસમા પાણી ભરાઈ જતા વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદથી ખેતરો ભરાયા છે. કોલીખડ આસપાસના ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. ખેતરો જાણે સરોવર હોય એવા દ્રશ્યો સર્જાયા છે. ખેડૂતનું મકાન પશુ સહિત પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. પશુપાલક દૂધ આપવા પણ જઈ શક્યા નથી.
ADVERTISEMENT
પાટણ: મિત્રાણા ગામમાં ભરાયા વરસાદી પાણી, જનતા રિપોર્ટર કિરણ મોદીએ મોકલ્યો વીડિયો#patan #GujaratRain #rain #RainGujarat #WeatherForecast #RainForecast #VTVDigital pic.twitter.com/PrlSQZLkG3
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 27, 2025
બાજરી- મગફળીનો પાક પાણીમાં ગરકાવ
ADVERTISEMENT
બનાસકાંઠા જિલ્લાના વડગામમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. વડગામ પંથકમાં 9 ઈંચ વરસાદથી ખેતરો જળબંબાકાર બન્યા હતા. પાકનું વાવેતર કરેલ ખેતરોમાં પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા હતા. પાણી ભરાતા બાજરી- મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો. ફુવારા પણ પાણીમાં ડૂબ્યા હતા. ફુવારા નળીઓ તરતી જોવા મળી હતી. ચોમાસાની સીઝનમાં ખેડૂતોને ખેતરમાં પાણી ભરાતા નુકસાન થવા પામ્યું હતું.
આ પણ વાંચોઃ મગફળી-બાજરીનો પાક પાણીમાં ગરકાવ, બનાસકાંઠાના વડગામમાં જળબંબાકાર
અરવલ્લીનો સુનસર ધોધ જીવંત
અરવલ્લીના ભિલોડાનો સુનસર ધોધ થયો જીવંત થયો છે. ભિલોડામાં ભારે વરસાદ બાદ નદી નાળા છલકાઈ ઉઠ્યાં છે. ધરતી માતા મંદિર પાસે કુદરતી ધોધ ડુંગર પરથી વહે છે. સુનસર ધોધ પાસે ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા છે. ધોધની મજા માણવા દૂર-દૂરથી અનેક સહેલાણીઓ ઉમટી પડ્યાં છે. આ ધોધ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. ભિલોડા તાલુકાના સુણસર ગામે અરવલ્લીની ગિરિમાળામાંથી 500 ફૂટથી વધુ ઊંચાઈએથી પાણી નીચે પડીને ધોધના આહલાદક દ્રશ્યો રચે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.