બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Massive evacuation of citizens in Gujarat in view of Cyclone Biporjoy

આકાશી આફત / ગુજરાત તરફ આગળ વધતું 'બિપોરજોય', વાવાઝોડાને જોતા રાજ્યના અનેક જિલ્લામાં નાગરિકોનું મોટા પાયે સ્થળાંતર

Priyakant

Last Updated: 10:08 AM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Biparjoy Cyclone Update News: વાવાઝોડાના સંકટ વચ્ચે તંત્ર હરકતમાં, અત્યાર સુધી ગુજરાતભરમાંથી 47 હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું

  • બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર હરકતમાં
  • 47 હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર
  • જૂનાગઢમાં 4462, કચ્છમાં 17,739, જામનગરમાં 8542 લોકોનું સ્થળાંતર
  • પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 4863, ગીર સોમનાથમાં 1605 લોકોનું સ્થળાંતર
  • વીજપૂરવઠો પૂર્વવત કરવા 597 ટીમ તૈયાર
  • સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 18 અને SDRFની 12 ટીમ તૈનાત

બિપોરજોય ગુજરાતની નજીક પહોંચી ગયું છે. આ દરમિયાન હવે બિપરજોય વાવાઝોડાને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ અત્યાર સુધી ગુજરાતભરમાંથી 47 હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ તરફ વીજપૂરવઠો પૂર્વવત કરવા 597 ટીમ તૈયાર તો સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 18 અને SDRFની 12 ટીમ તૈનાત છે. 

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈ સતત નવી અપડેટ સામે આવી રહી છે. વિગતો મુજબ બિપોરજોય વાવાઝોડાને કારણે હવે રાજ્યભરમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં 4462, કચ્છમાં 17,739, જામનગરમાં 8542 લોકોનું સ્થળાંતર કરાયું છે. પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 4863, ગીર સોમનાથમાં 1605 લોકોનું સ્થળાંતર તો મોરબીમાં 1936 અને રાજકોટમાં 4497 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. 

NDRF અને SDRFની ટીમો પણ તૈયાર 
આ તરફ વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાઇ જાય તો વીજપૂરવઠો પૂર્વવત કરવા 597 ટીમ તૈયાર છે. આ સાથે સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 18 અને SDRFની 12 ટીમ તૈનાત છે. આ સાથે કોમ્યુનિકેશન સિસ્ટમ ખોરવાય તો સેટેલાઇટ ફોન્સ, હેમ રેડીયોની સેવાઓ લેવામાં આવશે. 

વાવાઝોડું કચ્છથી વધુ નજીક પહોંચ્યું 
અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળા વાવાઝોડા બિપોરજોયને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. IMD દ્વારા જણાવ્યા અનુસાર, બિપોરજોય ગુજરાતની નજીક પહોંચી ગયું છે. વાવાઝોડું કચ્છથી વધુ નજીક પહોંચ્યું છે. બિપોરજોય વાવાઝોડું જખૌથી માત્ર 180 કિમી દૂર છે. જ્યારે દ્વારકાથી 210 કિમી, નલિયાથી 210 કિમી, પોરબંદરથી 290 કિમી, કરાંચીથી 270 કિમી દૂર છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું માંડવી અને કરાંચી વચ્ચે ટકરાશે. જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે 140 કિમીની ઝડપે પવન ફુંકાશે.

ગીર સોમનાથમાં વાવાઝોડાની અસર
વાવાઝોડું ગુજરાતની નજીક આવતા દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયામાં ઊંચા-ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સાથે જ દરિયમાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ગીર સોમનાથમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વાવાઝોડાની અસરને પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યાં છે

ગુજરાત અને મહારાષ્ટ્રમાં ટીમો તૈનાત
NDRFએ તોફાનનો સામનો કરવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ટીમો તૈનાત કરી છે. ગુજરાતમાં 18 ટીમો એક્ટિવ રહેશે. આ ઉપરાંત એક ટીમ દાદર અને નગર હવેલી તેમજ દમણ અને દીવમાં પણ ટીમ હાજર રહેશે. ગુજરાતની વાત કરીએ તો NDRFની 4 ટીમો ગુજરાતના કચ્છ જિલ્લામાં, ત્રણ ટીમ રાજકોટમાં અને ત્રણ ટીમ દ્વારકામાં તૈનાત કરવામાં આવી છે. ગુજરાતના જામનગરમાં બે ટીમો, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, વલસાડ અને ગાંધીનગરમાં એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં 14 ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમાંથી 5 ટીમને મુંબઈમાં તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે બાકીની ટીમને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. દરેક ટીમમાં લગભગ 35-40 કર્મચારીઓ છે. 

આજે ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15 જૂને અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વમાં ઘણી હલચલ જોવા મળશે. દરિયામાં 9 ફૂટથી લઈને 20 ફૂટ સુધીના તોફાની મોજા ઉછળશે. દરિયામાં હાઈ-ટાઈડ આવવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની સંભાવના છે. ખતરો માત્ર દરિયામાંથી ઉછળતા મોજા અને તોફાનોનો જ નથી, હવામાન વિભાગ દ્વારા મુશળધાર વરસાદનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં રેકોર્ડબ્રેક વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં વાદળ ફાટવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ જિલ્લામાં ભારે પવન ફૂંકાશે 
મોરબીમાં 125થી 150 કિમી પ્રતિ કલાક, જામનગરમાં 120થી 140 કિમી પ્રતિ કલાક, દ્વારકામાં 120થી 145 કિમી પ્રતિ કલાક, જૂનાગઢમાં 100થી 120 કિમી પ્રતિ કલાક, પોરબંદરમાં 100થી 120 કિમી પ્રતિ કલાક, રાજકોટમાં 100થી 120 કિમી પ્રતિ કલાક, ભાવનગરમાં 60થી 70 કિમી પ્રતિ કલાક, સુરેન્દ્રનગરમાં 60થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 

દરેકની નજર બિપોરજોય વાવાઝોડા પર
બિપોરજોય વાવાઝોડાને લઈને આ સમયે રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. દેશના ગૃહમંત્રી, રક્ષા મંત્રી, ત્રણેય સેના પ્રમુખ, NDRF, SDRF, ગુજરાતના મુખ્યમંત્રી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન વિભાગ સાથે સંકળાયેલા દરેક કર્મચારી, આ સમયે બધાની નજર માત્ર બિપોરજોય વાવાઝોડા પર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ