બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / mass suicide incident of 5 people in narmada canal in tharad banaskantha

હચમચાવી દેનારી ઘટના / થરાદમાં સામુહિક આપઘાત: 24 કલાકના રેસ્ક્યુ બાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાંચેયના મૃતદેહ મળી આવ્યા

Dhruv

Last Updated: 09:43 AM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ગઇકાલે ત્રણ બાળકો સહિત પાંચ લોકોએ કરેલા સામુહિક આપઘાતની ઘટનામાં તમામે તમામના મૃતદેહો આજે બહાર કાઢી દેવાયા.

  • થરાદની નર્મદા કેનાલમાં 5 લોકોના આપઘાતનો મામલો
  • 24 કલાકના રેસ્ક્યુ બાદ તમામના મૃતદેહ બહાર કઢાયા
  • ગઈકાલે કેનાલમાંથી 3 બાળકોના મૃતદેહ બહાર કઢાયા હતા

બનાસકાંઠાના થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ગઇકાલે ત્રણ બાળકો સહિત પાંચ લોકોએ મોતની છલાંગ લગાવી હતી. પ્રેમી સાથે મહિલાએ ત્રણ બાળકોને સાથે લઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે કેનાલમાં શોધખોળ હાથ ધરતા ગઇકાલે ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે આજે 24 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ આજે તમામ પાંચેયના મૃતદેહ બહાર કઢાયા છે.

મહિલા સાથે આપઘાત કરનાર યુવક અંગે પોલીસે તપાસ શરૂ કરી

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કેનાલમાંથી 3 બાળકોના મૃતદેહ બહાર કઢાયા હતા. આ કેનાલ પાસેથી 2 મોબાઈલ અને બસની ટિકિટ પણ મળી આવી હતી. જોકે હજુ સુધી આપઘાતનું રહસ્ય અકબંધ છે. હાલ મહિલા સાથે આપઘાત કરનાર યુવક અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

સામુહિક આપઘાતની ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ

ગુજરાતમાં સામુહિક આપઘાતના બનાવમાં એકાએક વધારો થયો છે. જેમાં કોઈ દેવું વધી જતા આપઘાત કરે છે તો કોઈ ઘરકંકાસથી કંટાળી પોતાનું જીવન ટૂંકાવી રહ્યું છે. તો ક્યાંક પ્રેમમાં પાગલ યુવક-યુવતીઓ છેલ્લો રસ્તો અપનાવી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં આ સામુહિક આપઘાતની ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે.

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા

મહત્વનું છે કે, આ બનાવની જાણ થતાં જ આસપાસના ગામના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ હદ વિસ્તારની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં કેનાલમાંથી મૃતદેહોને શોધવાની કવાયત હાથ ધરાઇ હતી. જોકે 24 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ મહામહેનતે આજે તમામે તમામ પાંચેયના મૃતદેહ બહાર કાઢી દેવાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ