બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / married at 16, divorced at 18; Urvashi Dholakia remembered the days of struggle, saying people tried to take advantage
Megha
Last Updated: 10:16 AM, 15 December 2023
ADVERTISEMENT
કોમોલિકા.. જ્યારે પણ ઘરમાં કલેશ કરાવનાર અથવા તો કોઈ ચાલાક મહિલાની વાત આવે ત્યારે સૌથી પહેલા દરેકના મનમાં આ નામ યાદ આવે. ટીવી સિરિયલ 'કસોટી ઝીંદગી કી'માં કોમોલિકાનો રોલ નિભાવનાર અભિનેત્રી ઉર્વશી ધોળકિયા ટીવી ઇન્ડસ્ટ્રીનો એક જાણીતી ચહેરો છે. ઉર્વશી તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેની પર્સનલ લાઈફને કારણે પણ ઘણી સમાચારમાં રહી છે. એવામાં હવે તેને જૂના સમયને યાદ કરતાં કહ્યું કે કેટલાક લોકોએ તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.
In an exclusive interview with me, #UrvashiDholakia candidly talks about her personal and professional journey. The gorgeous and talented actress who has completed her 40 years in the industry talks about how she faced society judgements when she started working at the age of 6.… pic.twitter.com/lhAFPT7Dli
— Siddharth Kannan (@sidkannan) December 14, 2023
ADVERTISEMENT
6 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું
ઉર્વશી ધોળકિયાએ 6 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું હતું અને 16 વર્ષની ઉંમરે તેના લગ્ન થઈ ગયા હતા. જો કે બે વર્ષમાં જ તેના ડિવોર્સ પણ થઈ ગયા હતા. ઉર્વશી ધોળકિયાને બે જોડિયા બાળકો છે અને તેઓએ ક્યારેય તેમના પિતા વિશે પૂછ્યું નથી. હાલ એક વાતચીત દરમિયાન ઉર્વશી ધોળકિયાએ જણાવ્યું કે 16 વર્ષની ઉંમરે તે પરીઓ જેવુ જીવન જીવવા માંગતી હતી અને તેને કામ નહતું કરવું કારણ કે તે 6 વર્ષની ઉંમરથી કામ કરતી હતી.
તે સમયે લગ્ન એક મહત્વપૂર્ણ ભાગ હતો...
ઉર્વશી ધોળકિયાએ વાતચીતમાં કહ્યું, 'તે સમયે સ્ત્રી કે છોકરી તરીકે લગ્નને તમારી સૌથી મોટી જરૂરિયાત માનવામાં આવતી હતી. મારી માતા પણ સમાજની આ જ વિચારસરણીનો ભાગ હતી અને કહેતી હતી કે તારે જે કરવું હોય તે કર, પણ પહેલા તારે લગ્ન કરવા પડશે. તે સમયે સમાજ એવો હતો અને હું ફક્ત 16 વર્ષની હતી અને જરા પણ મેચ્યોર નહતી. પણ લગ્ન પેહલા હું મારા એકસ હસબન્ડને લગભગ દોઢ વર્ષથી ઓળખતી હતી.'
લોકોએ કેવી રીતે ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો
ઉર્વશીએ વધુમાં કહ્યું, 'લગ્ન પછી હું કામ કરવા માંગતી ન હતી. હું સિન્ડ્રેલાની જેમ જીવન જીવવા માંગતી હતી પણ એ સપના સપના જ રહી ગયા. 16 વર્ષની ઉંમરે લગ્ન, 17 વર્ષની ઉંમરે બે જુડવા બાળકો અને 18 વર્ષની ઉંમરે છૂટાછેડા.' છૂટાછેડા કેમ થયા તે પ્રશ્ન પર ઉર્વશીએ કહ્યું, 'તે કોઈ પ્રકારની જવાબદારી ઉઠાવવા નહતો માંગતો, પ્રેમનો અંત આવી ગયો હતો.' ઉર્વશીએ વધુમાં કહ્યું કે જીવનના તે સમયેમાં માતા-પિતાથી વધુ કોઈ સપોર્ટ કરતું નથી પરંતુ તે તેમના પર બોજ બનવા માંગતી ન હતી. આવી સ્થિતિમાં તેણે ફરી કામ કરવાની શરૂઆત કરી પરંતુ કામ મેળવવું સરળ ન હતું. એ સમયે લોકોએ તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો અને મળવા જોઈએ તેના કરતા ઓછા પૈસા મળતા હતા પણ ઉર્વશીએ હાર ન માની.
બાળકો તેમના પિતાને ઓળખતા નથી
ઉર્વશીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે છૂટાછેડા પછી તેણે ક્યારેય તેના એકસ પતિ સાથે વાત કરી નથી. તેમના બાળકો ક્ષિતિજ અને સાગર ધોળકિયા પણ તેમના પિતાને ક્યારેય મળ્યા નથી. ઉર્વશીએ કહ્યું, 'બાળકો તેમના પિતા વિશે કંઈ જાણતા નથી. મેં તેને ઘણી વાર કહેવાનો પ્રયત્ન કર્યો પણ તે કહે છે કે તે કંઈ જાણવા માંગતા નથી.' નોંધનીય છે કે ઉર્વશી ઇન્ડસ્ટ્રીમાં લગભગ 38 વર્ષથી કામ કરે છે. ઉર્વશીએ બિગ બોસ 6નું ટાઇટલ પણ જીત્યું હતું અને તે છેલ્લે નાગિન 6માં જોવા મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.