બ્રેકિંગ ન્યુઝ
દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માલિક માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. તેમણે એલન મસ્કને પણ પાછળ છોડી દેતા દુનિયાના ત્રીજા સૌથી અમીર શખ્સ બની ચુક્યા છે. નવેમ્બર 2020 બાદ પહેલી વખત માર્ક ઝુકરબર્ગ એલન મસ્કથી પહેલી વખત આગળ નિકળી ગયા છે. શુક્રવારે માર્ક ઝુકરબર્ગે આ ઉપલબ્ધી મેળવી છે.
ADVERTISEMENT

બ્લૂમબર્ગ બિલિયેમર ઈન્ડેક્સ અનુસાર માર્ક ઝુકરબર્ગની સંપત્તિ શુક્રવારે 5.65 અબજ ડોલર સુધી વધી ગઈ અને 187 અબજ ડોલર પર પહોંચી ગઈ. માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં આ વર્ષે 58.9 અબજ ડોલરનો વધારો થયો છે. શુક્રવારે તેમની સંપત્તિમાં વધારો ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના શેરમાં આવેલા ઉઠાળના કારણે થયો.
ADVERTISEMENT
એલન મસ્કને થયું આટલું નુકસાન
શુક્રવારે મેટાના શેર રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયા. બ્લૂમબર્ગ બિલિનેયર ઈન્ડેક્સ અનુસાર ઝુકરબર્ગ 187 અબજ ડોલરની નેટવર્થ ની થઈ ચુકી છે. જ્યારે એલન મસ્કની કુલ નેટવર્થ 181 અબજ ડોલરની થઈ ચુકી છે અને તે દુનિયાના ચોથા સૌથી અમીર વ્યક્તિ છે. એલન મસ્કને આ વર્ષે 48.4 અબજ ડોલરનું નુકસાન થયું છે. જેમાં ફક્ત શુક્રવારે જ તેમની સંપત્તિમાં 4.52 અબજ ડોલરનો ઘટાડો થયો છે.

ADVERTISEMENT
ચાર વર્ષ બાદ પહેલી વખત એલન મસ્કથી આગળ ઝુકરબર્ગ
મહત્વનું છે કે ટેસ્લાના CEO એલન મસ્ક માર્ચ સુધી દુનિયાના અમીરોની લિસ્ટમાં ટોપ પર હતા. પરંતુ હવે તે ચોથા નંબર પર આવી ગયા છે. એલન મસ્ક આ વર્ષે સૌથી વધારે સંપત્તિ ગુમનાર શખ્સ છે તો માર્ક ઝુકરબર્ગ આ વખતે સૌથી વધારે સંપત્તિ કમાવનાર અબજપતિ બની ગયા છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.