બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / સ્પોર્ટસ / વિશ્વ / Maria Sharapova engages with british business man Alexander Gilkes

સ્પોર્ટ્સ / મારિયા શારાપોવાએ આ બ્રિટિશ બિઝનેસમેન સાથે કરી સગાઇ; ઇંગ્લેન્ડના શાહી પરિવાર સાથે ધરાવે છે નિકટના સંબંધો

Published By: Shalin

Last Updated: 09:34 PM, 19 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયન ટેનિસ સુંદરી મારિયા શારાપોવાએ એલેકઝેન્ડર ગિલક્સ સાથે સગાઈ કરી લીધી છે.

ઓક્ટોબર-૨૦૧૮માં મારિયાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને એલેકઝેન્ડર સાથે પોતાના રિલેશનની વાત કબૂલી હતી.  આ વર્ષની શરૂઆતમાં જ ડેટિંગના સમાચાર આવી રહ્યા હતા, પરંતુ મારિયાએ સતત એ અંગે ઇનકાર કરી રહી હતી.

એલેકઝેન્ડર પ્રિન્સ હેરી અને વિલિયમ્સનો નજીકનો મિત્ર

એલેકઝેન્ડર બ્રિટનના શાહી પરિવારના પ્રિન્સ હેરી અને વિલિયમ્સનો નજીકનો મિત્ર છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે એલેકઝેન્ડરની પ્રથમ પત્ની મિશા નૂનૂએએ જ હેરીની મુલાકાત મેગન માર્કલ સાથે કરાવી હતી.

શારાપોવાના બોયફ્રેન્ડનું લિસ્ટ ઘણું લાંબું

ઉલ્લેખનીય છે કે મારિયા શારાપોવાના બોયફ્રેન્ડનું લિસ્ટ ઘણું લાંબું છે. ઘણી સેલિબ્રિટીઓ સાથે મારિયાના સંબંધ રહી ચૂક્યા છે.૨૦૦૮માં તેણે ટીવી સેલિબ્રિટી ચાર્લી એબરસોલ સાથે લગ્ન કર્યાં હતાં. ત્યાર બાદ મશહૂર બાસ્કેટબોલ ખેલાડી વુજાનિક સાથે રિલેશનમાં હતી. એ બંનેએ સગાઈ પણ કરી હતી, પરંતુ એ સંબંધ લગ્નમાં પરિણમી શક્યો નહોતો. 

આ વર્ષે ટેનિસ કરિયરને અલવિદા કહી દીધું છે

મારિયાએ આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન બાદ ટેનિસ કરિયરને અલવિદા કહી દીધું હતું.  એ સમયે મારિયા શારાપોવાએ જણાવ્યું હતું, ''તમે એ કોર્ટથી દૂર કેવી રીતે જઈ શકો, જેના પર તમે ત્યારે ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું, જ્યારે તમે એક નાની બાળકી હતાં. આ એક એવી રમત છે, જ્યાં તમને પ્રશંસકોના રૂપમાં એક પરિવાર મળે છે. મને માફ કરો... ટેનિસને હું અલવિદા કહી રહી છું.''

સંકળાયેલા મુદ્દાઓ

Australian Open 2020 Tennis maria sharapova ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ મારિયા શારાપોવા Tennis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ