બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 11:59 AM, 25 December 2023
ADVERTISEMENT
સાહસ અને પરાક્રમનો કારક મંગળ ગ્રહ 28 ડિસેમ્બરના રોજ રાશિ પિરવર્તન કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ ધન રાશિમાં પ્રવેશ કરશે. મંગળનું આ રાશિ પરિવર્તન કેટલીક રાશિના જાતકો માટે લાભકારી અને ફળદાયી માનવામાં આવે છે.
આ રાશિના જાતકો માટે મંગળ ગોચર શુભ સાબિત થશે
મેષ- મંગળ ગોચરથી આ રાશિના જાતકોના સારા દિવસની શરૂઆત થશે. આ દરમિયાન સાહસ, ઊર્જા અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. સેના વિભાગમાં કામ કરતા લોકો શત્રુઓને પરાસ્ત કરશે. જમીન સંબંધિત કામ કરતા લોકોને સફળતા પ્રાપ્ત થશે. પરિણીત લોકોનું દાંપત્યજીવન સુખમયી રહેશે. વૈવાહિક જીવન બાબતે કોઈ સારા સમાચાર મળી શકે છે.
ADVERTISEMENT
વૃશ્વિક- મંગળ ગોચરથી આ રાશિના જાતકોનું જીવન ખુહાલ રહેશે. જોબ પ્રમોશનનો યોગ છે. સારા કામની શરૂઆત કરવાની રહેશે. પરિણીત જીવનમાં જીવસાથી સાથે મધુરતા જળવાઈ રહેશે. એકબીજા સાથે પ્રેમ જળવાઈ રહેશે. મંગળ દેવની કૃપાથી કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.
ધન- ધન રાશિના જાતકો માટે મંગળ ગોચર શુભ સાબિત થશે. મંગળ ગ્રહ ધન રાશિમાં ગોચર કરતો હોવાથી ધન રાશિના જાતકોમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. પરિણીત લોકો પર મંગળ દેવની વિશેષ કૃપા રહેશે. દાંપત્ય જીવન સુખમયી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.