બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહીસાગરમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારને જેલની સજા, વળતર પણ ચૂકવવું પડશે

ચૂકાદો / મહીસાગરમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારને જેલની સજા, વળતર પણ ચૂકવવું પડશે

Published By: Vishal Khamar

Last Updated: 10:55 AM, 31 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગરમાં સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનારને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી છે.

મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો કેસમાં લુણાવાડાની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સગીરાનું અપહરણ કરી યૌન શોષણ કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી છે. આ ઉપરાંત, પીડિતાને ₹3 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

ફોસલાવીને ભગાડી જઈ તેના પર યૌન શોષણ કર્યું

લુણાવાડા ખાતેની એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ ગંભીર કેસ ચાલી રહ્યો હતો. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવાગામ નવી વસાહતના રહેવાસી પસવંતકુમાર વિનુભાઈ બારીઆએ વર્ષ 2024 દરમિયાન 15 વર્ષ 2 માસની સગીરાને લલચાવી, ફોસલાવીને ભગાડી જઈ તેના પર યૌન શોષણ કર્યું હતું.

વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

આ ઘટના અંગે કોઠંબા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ તેમજ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં પહોંચ્યા બાદ, રજૂ થયેલા પુરાવાઓ અને સરકારી વકીલ જયવીરસિંહ જે. સોલંકીની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવ્યો હતો.

20 વર્ષની સખત કેદ અને દંડની સજા સંભળાવી

સ્પેશિયલ પોક્સો જજ તથા એડિશનલ સેશન્સ જજ એન. જી. દવેએ આરોપી પસવંતકુમાર વિનુભાઈ બારીઆને 20 વર્ષની સખત કેદ અને દંડની સજા સંભળાવી હતી. વધુમાં, પીડિતાને ન્યાય અને પુનર્વસન માટે મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ₹3 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરાયો છે.

આ પણ વાંચોઃ છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 45 તાલુકાઓમાં પડ્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો ખાબક્યો

આ ચુકાદાને બાળ સુરક્ષા અને પોક્સો કાયદાના અસરકારક અમલીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahisagar news minor's kidnapping Mahisagar

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ