બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Man tries to give daughter as human sacrifice for hidden treasure; nine held

ધૃણાસ્પદ ઘટના / લાલચી પિતાની કરતૂત, પુત્રીને મારીને બલિ ચડાવવાની કરી તૈયારી, છોકરી ચકોર નીકળી, આવી રીતે છટકીને બચાવ્યો જીવ

Hiralal

Last Updated: 04:21 PM, 27 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના યવતમાલમાં છુપા ખજાનાની લાલચે 18 વર્ષની સગી પુત્રીની માનવ બલી ચડાવી દેવા માગતા પિતા અને બીજા આઠ આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

  • મહારાષ્ટ્રના યવતમાલની ધૃણાસ્પદ ઘટના
  • 18 વર્ષની દીકરીની બલી ચડાવવાનો પ્રયાસ કર્યો પિતાએ 
  • છુપા ખજાનાની લાલચે દીકરીની માનવ બલિ આપવા માગતો હતો પિતા
  • પોલીસે પિતા સહિત 9 આરોપીની કરી ધરપકડ

ખજાના અને ધનસંપત્તિ મેળવવા માણસ ગમે તે હદ જતો હોય છે અને ગમે તેવું કામ કરતા પણ અચકાતો નથી. મહારાષ્ટ્રના યવતમાલ શહેરમાં પણ આવા એક લાલચી પિતાએ એવું કરતૂત કર્યું કે જે જાણીને કંપી ઉઠાશે. મહારાષ્ટ્રના યવતમાલમાં એક ધૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. યવતમાલમાં છુપા ખજાનાની લાલચે પોતાની 18 વર્ષની સગી દીકરીને મારીને માનવબલિ ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. 

પિતાએ મોટી દીકરીનું જાતિય શૌષણ પણ કર્યું 

પોલીસે આ ઘટનામાં છોકરીના પિતા, એક તાંત્રિક અને બીજા સાથ લોકોની ધરપકડ કરી છે. યવતમાલના એસપી દિલિપ ભુજબળ પાટીલે કહ્યું કે બે દીકરીના પિતા એવા એક આરોપીએ સૌથી મોટી દીકરીનું જાતિય શૌષણ પણ કર્યું હતું. તેમણે કહ્યું કે પીડિત છોકરી એક સગાને ઘેર રહીને ભણતી હતી અને તાજેતરમાં પોતાના ઘેર આવી હતી. 

છુપા ખજાનાની લાલચે પિતાએ પુત્રીની બલી ચડાવવાની કરી તૈયારી 

છેલ્લા કેટલાક સમયથી એક તાંત્રિકના કહેવાથી પિતા અને બીજા કેટલાક લોકો એક મેલી વિદ્યા કરાવી રહ્યાં હતા અને પોતાની છોકરીની માનવ બલી ચડાવાની તૈયારી કરી રહ્યાં હતા. છોકરીની હત્યા બાદ તેને દફનાવવા માટે આરોપીઓએ ઘરમાં એક ખાડો પણ ગાળી રાખ્યો હતો. પોતાના આગમન બાદ ઘરમાં કશુંક ખોટું થઈ રહ્યું હોવાનો શક પડતા છોકરીએ તેની સહેલીને વાત કરી હતી અને બન્નેએ મળીને પોલીસને જાણ કરી દીધી હતી. આ પછી સહેજ પણ સમય ગુમાવ્યા વગર પોલીસે કાર્યવાહી કરીને આરોપીઓની મંશા પર પાણી ફેરવી દીધું હતું અને તેમને જેલમાં પૂરી દીધા હતા. 

પોલીસે નવ આરોપીઓની કરી ધરપકડ 

પોલીસે પિતા સહિત નવ આરોપીની ધરપકડ કરીને જેલમાં પૂરી દીધા હતા. છુપા ખજાનાની લાલચે પિતા પોતાની સગી દીકરીની માનવ બલિ ચડાવી દેવા માગતો હતો પરંતુ આખરે છોકરીની સૂઝબૂઝથી તેનો જીવ બચી ગયો હતો અને આરોપીઓ પોલીસ લોકઅપમાં પહોંચ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ