બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / mallika rajput death worked with kangana ranaut became famous with singer shaan music album

Entertainment / બોલીવુડ જગત શોકમગ્ન! લોકપ્રિય અભિનેત્રીનું શંકાસ્પદ હાલતમાં નિધન! લાખો ચાહકો નિરાશ

Published By: Vikram Mehta

Last Updated: 04:46 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિંગર મલ્લિકા રાજપૂતે આપઘાત કર્યો છે. મલ્લિકા રાજપૂતના મોતના સમાચાર સાંભળીને તેના ફેન્સ હેરાન અને નિરાશ છે. મલ્લિકા રાજપૂતે કંગના રનૌત જેવી અનેક ટોપ એક્ટ્રેસ સાથે કામ કર્યું છે.

  • સિંગર મલ્લિકા રાજપૂતે આપઘાત કર્યો
  • પંખા પર લટકીને કર્યો આપઘાત
  • સિંગરનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો

ફેમસ અભિનેત્રી અને સિંગર મલ્લિકા રાજપૂતે આપઘાત કર્યો છે. પોલીસે સિંગરનો મૃતદેહ કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. મલ્લિકા રાજપૂતના પરિવારજનો શોકમાં છે. મલ્લિકા રાજપૂતના મોતના સમાચાર સાંભળીને તેના ફેન્સ હેરાન અને નિરાશ છે. મલ્લિકા રાજપૂતે કંગના રનૌત જેવી અનેક ટોપ એક્ટ્રેસ સાથે કામ કર્યું છે. 

મલ્લિકા રાજપૂતે ફિલ્મ ‘રિવોલ્વર રાની’માં સપોર્ટિંગ રોલ ભજવ્યો હતો. મલ્લિકા રાજપૂતે સિંગર શાનના મ્યુઝિક આલ્બમમાં કામ કર્યું હતું અને ખૂબ જ ફેમસ હતું. આલ્બમ ‘યારા તૂજસે’માં કામ કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોની સામે હાઈલાઈટ થઈ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર તેમણે અનેક સીરિઝ, શોઝ અને આલ્બમમાં કામ કર્યું હતું. તેમના ટેલેન્ટથી તમામ લોકો પ્રભાવિત હતા. 

મલ્લિકા રાજપૂતે ભાજપનો હિસ્સો હતી. મલ્લિકા રાજપૂતે તેમની પાર્ટી પર આરોપ મુક્યો હતો કે, તેમનો પક્ષ બળાત્કારીઓનો સપોર્ટ કરે છે. રાજનીતિમાં કરિઅર આગળ ના વધતા તેઓ આધ્યાત્મ તરફ આગળ વધ્યા હતા. મલ્લિકા રાજપૂતે આપઘાત કરીને તમામ લોકોને શોકમાં મુકી દીધા છે. 

મલ્લિકા રાજપૂતની માતા સુમિત્રા સિંહે જણાવ્યું કે, તેમની દીકરી મલ્લિકા રાજપૂત ઉર્ફે વિજયલક્ષ્મી સિંહ રોજની જેમ રૂમમાં ગઈ અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. સવારે દરવાજો ના ખોલતા કોઈપણ રીતે દરવાજો ખોલ્યો હતો. રૂમ ખોલીને જોયુ તો તે પંખા ઉપર લટકતી હતી. 

વધુ વાંચો: Bhool Bhulaiyaa 3: હવે એક નહીં, બે મંજૂલિકા સાથે લડશે આ બોલિવુડ એક્ટર, અક્ષય નહીં, તો કોણ?

પરિવારજનો સાથે વિવાદ
મલ્લિકા રાજપૂતે આપઘાત કરતા તમામ લોકો હેરાન છે. મીડિયા રિપોર્ટ અનુસાર મલ્લિકા રાજપૂતનો તેના પરિવારજનો સાથે વિવાદ થયો હતો. આ મામલે પોલીસ પણ બોલાવવામાં આવી હતી. તે સમયે પોલીસે આ મામલે નિવારણ લાવી દીધું હતું. પરંતુ મલ્લિકા રાજપૂતે રાત્રે આપઘાત કરતા તમામ લોકો પરેશાન જોવા મળી રહ્યા છે અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

entertainment news mallika rajput death mallika rajput suicide singer mallika મલ્લિકા રાજપૂત મલ્લિકા રાજપૂત સ્યુસાઈડ entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ