બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Malaika Arora and Arjun Kapoor put an end to breakup rumours, spotted together late night, VIDEO goes viral

ગપશપ / બ્રેકઅપની અફવા પર મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે લગાવ્યું પૂર્ણવિરામ, મોડી રાત્રે એકસાથે જોવા મળ્યા, VIDEO વાયરલ

Megha

Last Updated: 11:00 AM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Malaika Arora Arjun Kapoor Video: મલાઈકા અરોરા અને અર્જુન કપૂર તાજેતરમાં બ્રેકઅપની અફવાઓ વચ્ચે સાથે જોવા મળ્યા, હાલ સોશિયલ મીડિયા પર એમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે

  • બ્રેકઅપની અફવા વચ્ચે ફરી એકવાર સાથે જોવા મળ્યા અર્જુન અને મલાઈકા
  • હાલ સોશિયલ મીડિયા બંનેનો વીડિયો થયો વાયરલ 
  • બંનેને સાથે જોઇને ચાહકો થયા ખુશ 

Malaika Arora Arjun Kapoor Video: મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બોલિવૂડના ફેવરિટ કપલ્સમાંથી એક છે. બંને મોટાભાગે મોટી ઈવેન્ટ્સ અને ડેટ્સ માટે સાથે જોવા મળ્યા છે. કપલ છેલ્લા પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ આ દિવસોમાં બંનેના બ્રેકઅપના સમાચાર સતત સામે આવી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે કપલ અલગ થઈ ગયા છે.  સાથે જ એવી પણ માહિતી મળી હતી કે મલાઈકાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પરથી અર્જુનની ત્રણ બહેનોને અનફોલો કરી દીધી છે. જો કે આ અહેવાલો વચ્ચે કપલ ફરી એકવાર સાથે જોવા મળ્યું છે.

અર્જુન અને મલાઈકાનું નથી થયું બ્રેકઅપ 
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અર્જુન અને મલાઈકા સાથે જોવા મળે છે. બંને મૂવી થિયેટરની બહાર નીકળતા નજર આવ્યા હતા.  વિડીયોમાં કોઈ શકાય છે કે મલાઈકાએ વ્હાઇટ આઉટફિટ પહેર્યું છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાથે તેણે લાઇટ મેકઅપ કર્યો છે અને તેના વાળ પોનીટેલમાં બાંધેલા છે. સાથે જ અર્જુન કપૂર લીલા રંગના હૂડી અને ગ્રે ટ્રાઉઝરમાં જોવા મળે છે અને તેણે કેપ પહેરી છે. 

બંનેને સાથે જોઇને ચાહકો થયા ખુશ 
બ્રેકની અફવાઓ વચ્ચે ચાહકો અર્જુન અને મલાઈકાને એકસાથે જોઈને ખૂબ જ ખુશ છે. આ વાયરલ વીડિયોને જોઈને ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ખાલી ખોટા લોકો બ્રેકઅપની અફવાઓ ફેલાવે છે. ' તો અન્ય એ લખ્યું -  જોઈને આનંદ થયો કે તેમનું બ્રેકઅપ થયું નથી. વધુ એક યુઝરે લખ્યું- તમારા બંનેની જોડી ઘણી સારી લાગે છે.

મુંબઈના વરસાદમાં લંચ ડેટ પર ગયા 
રવિવારે મુંબઈમાં વરસાદ પડી રહ્યો હતો ત્યારે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લંચ માટે બહાર ગયા હતા. બંનેએ સાથે લંચ કર્યું, લંચ માટે જતી વખતે તેઓ સાથે જોવા મળ્યા હતા. જોકે બન્નેએ કંઈ કહ્યું નહોતું. 

બ્રેકઅપના સમાચારનો અંત આવ્યો
જણાવી દઈએ કે મલાઈકાએ બે દિવસ પહેલા તેના કૂતરા સાથેનો એક વીડિયો શેર કર્યો હતો, જેના પર અર્જુને કમેન્ટ કરી હતી. તે પછી પણ ઘણા યુઝર્સ સતત બંનેના બ્રેકઅપ પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા હતા. એવામાં હવ આ વાયરલ વીડિયો પછી એમના બ્રેકઅપની અફવાઓનો અંત આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ