બ્રેકિંગ ન્યુઝ
VTV / Food and Recipe / Make pure kaju katli at home with simple steps
સામગ્રી
ADVERTISEMENT
400 ગ્રામ કાજૂ
200 ગ્રામ ખાંડ
4 ચમચી ઘી
2 કપ પાણી
ચાંદીની વરખ જરૂર હોય તો.

ADVERTISEMENT
બનાવવાની રીત
પહેલાં કાજુને સાફ કરી લો અને તેને મિક્સરમાં વાટી લો. કાજુને મિક્સરમાં ક્રશ કરતી સમયે ધ્યાન રાખો કે તેને થોડું કકરું વાટવાનું છે. તેનો પાવડર થશે તો તે લીસી થઈ જશે. અને તેની મજા નહીં રહે. હવે એક કઢાઈ લો અને તેમાં પાણી અને ખાંડને મિક્સ કરીને ઉકળવા દો. તેને સતત હલાવતા રહો. આમ કરવાથી ખાંડ તળિયામાં ચોંટશે નહીં. જ્યારે 3 તારની ચાસણી તૈયાર થાય ત્યારે તેને ગેસ પરથી ઉતારી લો. હવે તેમાં કાજુ પાવડર મિક્સ કરો અને હલાવો.
ADVERTISEMENT
હવે કાજુ કતરીને શએપ આપવા માટે એક ટ્રે કે થાળી લો. તેને ઘીથી ગ્રીસ કરી લો. હવે તેમાં 1/4 ઇંચમાં કાજુ કતરીનું મિશ્રણ નાંખો. વેલણની મદદથી તેને ફેલાવીને એકસરખું કરો. અંદાજે 30 મિનિટમાં પેસ્ટ ઠરી જશે. હવે તેને મનપસંદ આકારમાં કાપી લો અને જરૂર લાગે તો તેની પર ચાંદીનો વરખ લગાવો.
ટિપ્સ
ADVERTISEMENT
- માવાની બરફી કરતાં વધુ દિવસ તાજી રહે છે.
- એક મહિના સુધી ખરાબ થતી નથી.
- સૂકી હોવાથી ક્યાંય પણ લઈ જવામાં સરળતા રહે છે.
- નાના મોટા સૌની ફેવરિટ મિઠાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.