બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / કેરી-લીંબુનું અથાણું ભૂલ જશો, ટ્રાય કરો કાકડીનું આ અથાણું, 10 મિનિટમાં તૈયાર
Last Updated: 04:02 PM, 29 June 2026
ભોજન સાથે એક સાઇડ ડિશ હોય તો તે સ્વાદ ખાવાનો સ્વાદ વધારી દે છે. પછી ભલે તે ચટણી, અથાણું, પાપડ, કે દહીં હોય. ભારતમાં લોકો ઘણા પ્રકારના અથાણાં ખાય છે, જેમાં ખાસ કરીને કેરી, લીંબુ, મૂળા અને ગાજરનું અથાણું હોય છે. જેમ જેમ ઉનાળો આવે છે તેમ તેમ લોકો કેરીનું અથાણું બનાવવાનું શરૂ કરે છે. જોકે તેને તૈયાર કરવામાં ઘણો સમય લાગે છે. પરંતુ જો તમને અથાણું ગમે છે અને તમારી પાસે વધુ સમય નથી, તો તમે એક ઇન્સ્ટન્ટ અથાણું અજમાવી શકો છો, જે તમારા સાદા દાળ-ભાતને પણ સ્વાદિષ્ટ બનાવવાનું કામ કરશે.
ADVERTISEMENT
અમે વાત કરી રહ્યા છીએ નેપાળી કાકડીના અથાણા વિષે. શું તમે ક્યારેય નેપાળી સ્ટાઈલનું કાકડીનું અથાણું અજમાવ્યું છે? આ અથાણું ખાટું, તીખું અને થોડું મસાલેદાર હોય છે, જે તેને દાળ-ભાત, પરાઠા, પુરી કે નાસ્તા સાથે શાનદાર પેચઅપ બનાવે છે. તેની એક વિશેષતા એ છે કે તેને તૈયાર કરવામાં વધુ સમય લાગતો નથી અને ઘરે સરળતાથી ઉપલબ્ધ વસ્તુઓ સાથે બનાવી શકાય છે.
ADVERTISEMENT
આ અથાણું બનાવવા - 4-5 કાકડી, મીઠું - 1 ચમચી ડુંગળી (પાતળી કાપેલી) - 1, બાફેલા બટાકા - 1, લીલા મરચાં - 4-5, ધાણા પાવડર - 1 ચમચી, શેકેલું જીરું પાવડર -, 1 ચમચી, આમચુર પાવડર - 2 ચમચી, કાશ્મીરી લાલ મરચું પાવડર - 1 ચમચી, મરચું પાવડર - 2 ચમચી, શેકેલા તલ પાવડર - 3 ચમચી, વિનેગર - 20 મિલી, સરસવનું તેલ - 20 મિલી, કસુરી મેથી - 2 ચમચીનો સામાન લેવો.

ADVERTISEMENT
કાકડીઓને સારી રીતે ધોઈને કાપો. મીઠું ઉમેરો અને વધારાનું પાણી કાઢી નાખવા માટે 10 થી 15 મિનિટ માટે બાજુ પર રાખો. બાદમાં પાણીને થોડું નિચોવી લો. હવે એક મોટા બાઉલમાં સમારેલા કાકડી, પાતળા કાપેલા ડુંગળી, નાના ટુકડામાં કાપેલા બાફેલા બટાકા અને બારીક સમારેલા લીલા મરચા ઉમેરો. બાદમાં ધાણા પાવડર, શેકેલા જીરા પાવડર, સૂકા કેરી પાવડર, કાશ્મીરી લાલ મરચું, દેગી મરચું પાવડર અને શેકેલા તલ પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
ADVERTISEMENT
બાદમાં વિનેગર અને સરસવનું તેલ ઉમેરો. છેલ્લે કસૂરી મેથી ઉમેરો, તમારા હાથની વચ્ચે થોડું ક્રશ કરો, અને બધું સારી રીતે મિક્સ કરો જેથી મસાલા સરખી રીતે કોટેડ થઈ જાય. અથાણું બનાવ્યા બાદ ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રહેવા દો જેથી મસાલા કાકડીઓ અને બટાકામાં શોષાઈ જાય. તમે તેને તરત પણ ખાઈ શકો છો.
ADVERTISEMENT
આ એક ઇન્સ્ટન્ટ બનતું અથાણું છે આથી તેને તાજું બનાવીને એક થી બે દિવસમાં રેફ્રિજરેટરમાં ઉપયોગ કરવો બેસ્ટ છે. જેમાં તલ પાવડર ઉમેરવાથી સ્વાદ વધે છે અને તેનું ટેક્સચર થોડું ઘટ્ટ થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.