બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / makar sankranti cock fight in andhra pradesh viagra shilajit hormone boosting drugs

Makar Sankranti 2024 / મરઘાઓને કેમ ખવડાવવામાં આવી રહી છે શિલાજીત અને વાયગ્રા? ઉત્તરાયણ પર લાગશે કરોડોનો સટ્ટો

Manisha Jogi

Last Updated: 02:11 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ધામધૂમથી મકરસંક્રાંતિ ઊજવવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં મોટાપાયે મકરસંક્રાંતિ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આંધ્રપ્રદેશમાં મકરસંક્રાંતિના અવસરે મરઘાઓની લડાઈ ખૂબ જ રસપ્રદ બની જાય છે.

  • ભારતમાં ધામધૂમથી મકરસંક્રાંતિ ઊજવવામાં આવે છે
  • આંધ્રપ્રદેશમાં મકરસંક્રાંતિ માટેની તૈયારીઓ
  • મકરસંક્રાંતિના અવસરે મરઘાઓની લડાઈ ખૂબ જ રસપ્રદ

ભારતમાં ધામધૂમથી મકરસંક્રાંતિ ઊજવવામાં આવે છે. આ દિવસે લોકો તલ અને ગોળથી બનેલ વસ્તુઓનું દાન કરે છે. આ દિવસ સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. આંધ્રપ્રદેશમાં મોટાપાયે મકરસંક્રાંતિ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આંધ્રપ્રદેશમાં મકરસંક્રાંતિના અવસરે મરઘાઓની લડાઈ ખૂબ જ રસપ્રદ બની જાય છે. 

આસપાસના વિસ્તારના લોકો આ કાર્યક્રમ જોવા માટે આંધ્રપ્રદેશ આવે છે. મકરસંક્રાંતિ પહેલા આંધ્રમાં મરઘાઓ એક ખાસ બિમારીથી પીડાઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં મરઘાઓને તાકાત આપવા માટે અખાડાના આયોજકો મરઘાઓને વાયગ્રા અને શિલાજીત ખવડાવી રહ્યા છે. 

મરઘાઓને રાનીખેત નામની બિમારી થતા મરઘાઓ નબળા પડી ગયા છે. આ કારણોસર મરઘાઓને શારીરિકરૂપે મજબૂત કરવા માટે વાયગ્રા અને સ્ટેરોઈડયુક્ત ભોજન આપવામાં આવે છે. મરઘાઓની લડાઈ માટે અખાડામાં તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જે માટે મરઘાઓની તાલીમ આપવામાં આવી રહી છે. 

વધુ વાંચો: ઉત્તરાયણ પર પતંગના શોખીન ગુજરાતીઓ : ધાબું ભાડે લેવા માટે 1 લાખ રૂપિયા પણ આપવા તૈયાર

દર્શકો કરોડો રૂપિયાનો સટ્ટો લગાવે છે
મરઘાઓની લડાઈ જોવા આવનાર દર્શકો કરોડો રૂપિયાનો સટ્ટો લગાવે છે. આ દરમિયાન કરોડો રૂપિયાની લેવડદેવડ કરવામાં આવે છે. લડાઈમાં મરઘાઓ પાછળ ના પડે તે માટે તેમને વાયગ્રા અને શિલાજીત આપવામાં આવી રહી છે. ઉપરાંત અનેક પ્રકારના સ્ટિરોઈડ અને વિટામીન આપવામાં આવી રહ્યા છે. આ પ્રકારનો પ્રયોગ પહેલી વાર કરવામાં આવ્યો છે. શું મરઘાઓને વિટામીન અને સ્ટિરોઈડ આપવાથી મરઘાઓને તાકાત મળશે? પશુ પક્ષીઓના ડોકટરો અનુસાર મરઘાઓને આ પ્રકારની દવાઓ આપવાથી મરઘાની તબિયાત ખરાબ થઈ શકે છે. આ સ્ટિરોઈડના કારણે મરઘાઓ અપંગ થઈ શકે છે. માણસ આ મરઘાઓનું ચીકન ખાશે તો તેમને પણ પરેશાની થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ