બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Major vigilance operation in Sabarkantha ahead of Thirty First: Three accused nabbed with Rs 70 lakh

ષડયંત્રનો પર્દાફાશ / સાબરકાંઠામાં થર્ટી ફસ્ટ પહેલા વિજિલન્સની મોટી કાર્યવાહી: 70 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને દબોચ્યા, પાંચ વોન્ટેડ

Priyakant

Last Updated: 01:07 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sabarkantha Police Latest News: નેશનલ હાઇવે-8 પર પ્રાંતિજ ટોલનાકા પાસે સિમેન્ટ મિક્સરના ટેન્કરમાં બુટલેગરો કરતા હતા દારૂની હેરાફેરી, વિજિલન્સની ટીમે લાખોના દારૂ અને મુદ્દામાલ સાથે 3ને દબોચી લીધા

  • સાબરકાંઠામાં થર્ટી ફર્સ્ટ પહેલા વિજિલન્સની મોટી કાર્યવાહી
  • રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ
  • સિમેન્ટ મિક્સરના ટેન્કરમાં બુટલેગરો કરતા હતા દારૂની હેરાફેરી 
  • નેશનલ હાઇવે-8 પર પ્રાંતિજ ટોલનાકા પાસથી ઝડપાયો લાખોનો દારૂ 
  • રૂ. 69.85 લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા

Sabarkantha Police : સાબરકાંઠા જિલ્લામાં થર્ટી ફર્સ્ટ પહેલા વિજિલન્સની મોટી કાર્યવાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, વિજિલન્સની ટીમે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. વિગતો મુજબ વિજિલન્સની ટીમે સિમેન્ટ મિક્સરના ટેન્કરમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. નોંધનિય છે કે, 31 ડિસેમ્બર પહેલા નેશનલ હાઇવે-8 પર પ્રાંતિજ ટોલનાકા પાસેથી લાખોનો દારૂ ઝડપાયો છે. 

રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસડવામાં મોટાભાગે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાનો ઉપયોગ કરવામાં આવે છે. આ તરફ 31 ડિસેમ્બર પહેલા રાજ્યમાં પ્રોહિબિશન લગત કાર્યવાહી કરવા પોલીસ એક્શનમાં આવી છે. વિગતો મુજબ વિજિલન્સની ટીમે નેશનલ હાઇવે-8 પર પ્રાંતિજ ટોલનાકા પાસેથી વિદેશી દારૂ રૂ. 69.85 લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ ઝડપી પાડ્યા છે. જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ, અન્ય પાંચને વોન્ટેડ જાહેર કરાયા છે. મહત્વનું છે કે, રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડનાર મુખ્ય બેના નામ ખુલ્યા છે. 

સાબરકાંઠામાં વિજિલન્સની વધુ એક રેડ
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં વિજિલન્સ દ્વારા વધુ એક રેડ કરવામાં આવી છે. નેશનલ હાઇવે નંબર- પર  વિજિલન્સની ટીમે લાખોનો દારૂ ઝડપી પાડ્યો છે. આંતરરાજ્ય દારૂની ખેપનો નવો કીમિયો પણ સામે આવ્યો છે. જેમાં ઇસમો સિમેન્ટ મિક્સર ટેન્કરમાં રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેને લઈ પોલીસે 69.85 લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે.

3 ઝડપાયા, પાંચ આરોપી વોન્ટેડ
આ સમગ્ર કેસમાં દારૂ લઈ જનાર ટેન્કર, ડ્રાઇવર સહિત કારથી પાયલોટીંગ કરતા બે બુટલેગરોને ઝડપી લેવાયા છે. જ્યારે બીજા પાંચ આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડનાર મુખ્ય બેના નામ ખુલ્યા છે. જેમાં સુનિલ મોતીલાલ દરજી અને ભરત ઉર્ફે ભુરીયા ઉદાજી ડાંગી ઉદેપુર જિલ્લાનો રહેવાસી વોન્ટેડ જાહેર કરાયો છે. મહત્વનું છે કે હેવ  કારનો માલિક તેમજ દારૂ ભરી જનાર ટ્રકનો માલિક સહિત લુધિયાણા પંજાબથી દારૂનો જથ્થો મોકલનાર સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ