બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Major train accident in Pakistan 8 coaches of Hazara Express derailed

ચિચિયારી.. / BIG BREAKING: પાકિસ્તાનમાં મોટી ટ્રેન દુર્ઘટના, હજારા એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં 15ના મોત, 50 ઘાયલ

Published By: Mahadev Dave

Last Updated: 04:02 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં શહઝાદપુર અને નવાબશાહ વચ્ચે આવેલ સહારા રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન અકસ્માતમાં 15 લોકોના મોત નિપજયા છે.

  • પાકિસ્તાનમાં હજારા એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
  • 15 લોકોના મૃત્યુ, 50થી વધુ ઘાયલ,  
  • સહારા રેલવે સ્ટેશન પાસે બની દુર્ઘટના

પાકિસ્તાનમાં આજે રવિવારે હચમચાવી નાખે તેવો ટ્રેન અકસ્માતનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં  રાવલપિંડી જતી બાલી હજારા એક્સપ્રેસ પાટા નીચે ઉતરી જતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં શહઝાદપુર અને નવાબશાહ વચ્ચે આવેલ સહારા રેલ્વે સ્ટેશન નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ટ્રેનના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. 15 લોકોના કમકમાટીભર્યા મોત નિપજયા હોવાનું સામે આવ્યું છે.

50 લોકોને ગંભીર ઇજા પહોંચી
 
રિપોર્ટ અનુસાર આ ટ્રેન દુર્ઘટનામાં લગભગ 15 લોકોને કાળ આંબી ગયો છે, જ્યારે 50 લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. મહત્વનું છે કે ટ્રેનમાં મોટી સંખ્યામાં મુસાફરો હોવાની બનાવ નજીક રોકકળાટથી કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

નવાબશાહની પીપલ્સ મેડિકલ હોસ્પિટલમાં સારવાર

અકસ્માતના પગલે રેસ્ક્યુ પુરજોશમાં ચાલી રહ્યું છે. હાલ ઘવાયેલા લોકોને સારવાર અર્થે નવાબશાહની પીપલ્સ મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ ટ્રેનમા વધુ મુસાફરો સવાર હોવાથી મોત અને ઘાયલ લોકોની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે.વધુમાં ટ્રેન ક્યાં કારણોસર પાટા પરથી ઉતરી ગઇ  તે મામલે પણ હજુ સુધી સ્પષ્ટ કારણ સામે ન આવ્યું હોવાનું અધિકારીએ કહ્યું છે.
અકસ્માત બાદ ઘટના સ્થળે દોડી ગયેલા અધિકારીઓ ટ્રેનના કેટલા ડબ્બા ઉતરી ગયા તે મામલે વિગત અંગે અમૂક અધિકારીએ 5 તો અમૂક અધિકારીએ 8 અને અમુક અધિકારીએ 10 ડબ્બા મામલે પુષ્ટિ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Hazara Express accident pakistan train accident in Pakistan ટ્રેન દુર્ઘટના પાકિસ્તાન હજારા એક્સપ્રેસનો અકસ્માત train accident in Pakistan

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ