બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / એજન્ટ પાસેથી આરોપીઓ બાળકોને 5 લાખમાં ખરીદતા, ને 15 લાખમાં વેચતા

અમદાવાદ / એજન્ટ પાસેથી આરોપીઓ બાળકોને 5 લાખમાં ખરીદતા, ને 15 લાખમાં વેચતા

Vishal Khamar

Last Updated: 01:50 PM, 9 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ થવા પામ્યો છે. પોલીસ સમક્ષ આરોપીઓએ ખુલાસા કર્યા છે. એજન્ટ યુનુસ ગોવિંદ પાસેથી બાળક લાવ્યો હતો. ફોટો જોયા બાદ એજન્ટોએ સોદો નક્કી કર્યો હતો.

અમદાવાદ શહેરમાં બાળ તસ્કરી કેસમાં મોટા ઘટસ્ફોટ થવા પામ્યો છે. પોલીસ સમક્ષ આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થવા પામ્યા છે. આરોપી એજન્ટ યુનુસ ગોવિંદ પાસેથી બાળક લાવ્યો હતો. બાળકના ફોટા સોશિયલ મીડિયાથી અન્ય એજન્ટોને મોકલ્યા હતા. બાળકનો ફોટો જોયા બાદ એજન્ટોએ સોદો નક્કી કર્યો હતો. બાળકનું બોગસ જન્મનું પ્રમાણપત્ર એજન્ટોએ બનાવ્યું હતું.

બાળક ખરીદનાર દંપતીને જન્મના પ્રમાણપત્ર અપાતા હતા

આરોપીઓ એજન્ટ પાસેથી 5 લાખમાં બાળખ ખરીદતા હતા. બાળકને ખરીદ્યા પછી 15 લાખમાં આરોપીઓ વેચતા હતા. બાળક ખરીદનાર દંપતીને જન્મના પ્રમાણપત્ર અપાતા હતા. નર્સિંગ હોમ સાથે મળી બાળકનું બોગસ જન્મ પ્રમાણપત્ર તૈયાર કરાતું હતું. એજન્ટો નિઃસંતાન દંપતીને શોધી બાળક વેચવા સંપર્ક કરતા હતા. બાળખ ખરીદવા ઈચ્છતા દંપતી પાસેથી એડવાન્સમાં રૂપિયા લેવાતા હતા.

આ પણ વાંચોઃ ચૂંટાયેલા MLAsની જાહોજલાલીનો વધુ એક બોજો સહન કરવા તૈયાર રહે ગુજરાતની જનતા

10 દિવસ પહેલા બાળ તસ્કરીના રેકેટનો પોલીસે કર્યો હતો પર્દાફાશ

એડવાન્સ મળ્યા બાદ દલાલોની ટુકડી બાળખની શોખ કરતી હતી. મજબૂરીમાં બાળક વેચવા તૈયાર થતા દંપતી પાસેથી બાળક ખરીદાતું હતું. 10 દિવસ પહેલા બાળ તસ્કરીના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. બાળતસ્કરી કેસમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ફરાર આરોપી ગોવિંદની શોધખોળ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Child Trafficking Case Ahmedabad Ahmedabad Crime Branch
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ