બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / major reasons for not being able to sleep at night how to cure insomnia

health / આખો દિવસ આળસ આવે પણ રાતના સમયે જ ઊડી જાય છે ઊંઘ? આજે જ બંધ કરી આ 4 કામ

Manisha Jogi

Last Updated: 08:28 AM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાત્રે ઊંઘ ના આવવાને કારણે લોકો મોબાઈલનો સહારો લે છે અને આખી રાત મોબાઈલ મચેડતા હોય છે. અહીંયા અમે તમને કેટલાક એવા કારણ જણાવી રહ્યા છીએ, જેના કારણે રાત્રે ઊંઘ આવતી નથી. રાત્રે આ કામ બંધ કરી દેવામાં આવે તો પળવારમાં ઊંઘ આવી જાય છે.

  • રાત્રે ઊંઘ ના આવવાના અનેક કારણ
  • ઊંઘ ના આવવાને કારણે લોકો મોબાઈલનો સહારો લે છે
  • ઊંઘ ના આવે તો ફોલો કરો આ ટિપ્સ

રાત્રે ઊંઘ ના આવવાના અનેક કારણ હોઈ શકે છે. આજના સમયમાં મોટાભાગના લોકોનો ઊઠવાનો અને સૂવાનો સમય યોગ્ય નથી હોતો, જેના કારણે અનિંદ્રાની સમસ્યા થાય છે. રાત્રે ઊંઘ ના આવવાને કારણે લોકો મોબાઈલનો સહારો લે છે અને આખી રાત મોબાઈલ મચેડતા હોય છે. અહીંયા અમે તમને કેટલાક એવા કારણ જણાવી રહ્યા છીએ, જેના કારણે રાત્રે ઊંઘ આવતી નથી. રાત્રે આ કામ બંધ કરી દેવામાં આવે તો પળવારમાં ઊંઘ આવી જાય છે. 

રાત્રે ઊંઘ ના આવવાના કારણ
રાત્રે એક્સરસાઈઝ 

આજના સમયમાં મોટાભાગના લાકોને ઓફિસ તથા અન્ય કામમાંથી સમય ના મળતો નથી. આ કારણોસર ફિટ રહેવા માટે લોકો રાત્રે એક્સરસાઈઝ કરે છે. બહુ ઓછા લોકોને ખબર હોય છે કે, રાત્રે કસરત ના કરવી જોઈએ. આખો દિવસ બિઝી રહ્યા પછી રાત્રે કસરત કરવાથી હાર્ટ રેટ વધી જાય છે અને નર્વસ સિસ્ટમ ઝડપથી કામ કરવા લાગે છે. આ કારણોસર રાત્રે કસરત ના કરવી જોઈએ. 

સૂતા પહેલા મોબાઈલનો ઉપયોગ
હવેનો સમય એવો આવી ગયો છે, જેથી ઓફિસથી ઘરે આવ્યા પછી પણ ઓફિસનું કામ પૂરું થતું નથી. ઓફિસના અનેક ગૃપ હોય છે, જેમાં મેસેજ આવતા હોય છે. જો તમે પણ આ પ્રકારના ગૃપ સાથે જોડાયેલા છો, તો સૌથી પહેલા ગૃપ નોટિફિકેશન બંધ કરી દેવા જોઈએ. સૂતા પહેલા 30 મિનિટ મોબાઈલનો ઉપયોગ ના કરવો જોઈએ. આ પ્રકારે કરવાથી સારી ઊંઘ આવે છે.

વધુ વાંચો: સૂતાં સમયે તમારે પણ મોં ખૂલી જવાની છે આદત? હોઈ શકે છે આ બીમારીઓનો ખતરો

રાત્રે ચા કોફી પીવી
અનેક લોકો જમ્યા પછી ચા અને કોફીનું સેવન કરે છે. જો તમે પણ રાત્રે ચા કોફીનું સેવન કરો છો, તો બંધ કરી દેવું જોઈએ. રાત્રે કેફીનયુક્ત ડ્રિંક્સનું સેવન કરવાથ ઊંઘ આવતી નથી. 

રાત્રે આલ્કોહોલનું સેવન
બિઝી લાઈફસ્ટાઈલના કારણે લોકો રાત્રે પાર્ટી કરતા હોય છે. જ્યા આલ્કોહોલયુક્ત ડ્રિંક્સ પણ હોય છે. આલ્કોહોલ પીવાથી ઊંઘ આવી જાય છે, પરંતુ ગણતરીના કલાકોમાં તેની અસર ખતમ થઈ જશે. જેથી ઊંઘ ખરાબ થવાથી આખી રાત ખરાબ જાય છે. આ કારણોસર રાત્રે આલ્કોહોલનું સેવન ના કરવું જોઈએ. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ