બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Major plane crash in Russia: 10 dead as plane crashes near Moscow, Wagner chief Prigozhin claimed dead

BIG BREAKING / રશિયામાં મોટી વિમાન દુર્ઘટના: મોસ્કો નજીક પ્લેન ક્રેશ થતાં 10ના મોત, વેગનર ચીફ પ્રિગોઝિનનું મોત થયાનો દાવો

Pravin Joshi

Last Updated: 11:34 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિમાન રશિયાની રાજધાની મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ જઈ રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે વેગનર ચીફ પ્રિગોગિન પણ વિમાનમાં સવાર હતા. આશંકા છે કે તેનું પણ અકસ્માતમાં મોત થયું છે. જોકે આ વાતની પુષ્ટિ થઈ નથી.

  • રશિયામાં પ્રાઈવેટ જેટ ક્રેશમાં 10ના મોત
  • વેગનર ચીફ પ્રિગોગિન પણ વિમાનમાં સવાર હતા
  • વિમાન રાજધાની મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ જઈ રહ્યું હતું


રશિયામાં પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનામાં 10 લોકોના મોત થયાના સમાચાર છે. વિમાન રાજધાની મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ જઈ રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે વેગનર ચીફ પ્રિગોગિન પણ ત્યાં હતા. અકસ્માતમાં તેમનું પણ મોત થયું હોવાની આશંકા છે. રશિયાના ઉત્તરમાં ખાનગી જેટ ક્રેશને કારણે દસ લોકોના મોત થયા છે. એક સ્થાનિક ન્યૂઝ એજન્સી અનુસાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ વિદ્રોહ કરનારા વેગનર નેતા યેવજેની પ્રિગોઝિનનું નામ પણ પેસેન્જર લિસ્ટમાં સામેલ છે. સોશિયલ મીડિયા પર યેવજેની પ્રિગોઝિનના મૃત્યુનો દાવો કરવામાં આવી રહ્યો છે.

અકસ્માત મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગ વચ્ચે થયો હતો

આ અકસ્માત મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગ વચ્ચે થયો હતો. એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર, જે વિમાન ક્રેશ થયું તે પ્રિગોઝિનનું હતું. વેગનરની ખાનગી સેનાના વડા પ્રિગોઝિને જૂનમાં રશિયન સશસ્ત્ર દળો સામે અસફળ બળવો કર્યો હતો. પ્રિગોઝિને રશિયન સંરક્ષણ મંત્રાલય પર વેગનર કેમ્પ પર મિસાઇલ હુમલો કરવાનો આરોપ મૂકતા તેના સૈનિકોને મોસ્કો તરફ આગળ વધવાનો આદેશ આપ્યો. વેગનર સૈનિકોએ ત્યારબાદ દક્ષિણ રશિયન શહેર રોસ્ટોવ-ઓન-ડોનમાં લશ્કરી સુવિધા પર કબજો કર્યો. જો કે, બાદમાં યેવજેની પ્રિગોઝિને પોતાનો આદેશ પાછો ખેંચી લીધો હતો જેના પછી આ સંકટ ટળી ગયું હતું.

યેવગિની પ્રિગોઝિન કોણ છે?

  • પુતિનના રસોઇયા તરીકે જાણીતા છે યેવગિની પ્રિગોઝિન
  • 1961માં સેન્ટ પીટ્સબર્ગમાં તેમનો જન્મ થયો હતો
  • 20 વર્ષની ઉંમરથી જ અનેક આરોપ લાગ્યા 
  • મારપીટ,લૂંટ,છેતરપિંડી જેવા આરોપ લાગ્યા 
  • અદાલતે 13 વર્ષની સજા સંભળાવી 9 વર્ષમાં છોડી દીધા હતા
  • જેલથી મુક્ત થતાં હોટડોગ વેચવાનો સ્ટોલ શરૂ કર્યો
  • 90ના દાયકામાં શહેરમાં અનેક મોંઘા રેસ્ટોરન્ટ શરૂ કર્યા
  • યેવગેની રેસ્ટોરન્ટનું નામ ખુબ લોકપ્રિય થયું 
  • લોકો જમવા માટે લાઇન લગાવતા અને રાહ જોવા તૈયાર થયા 
  • લોકપ્રિયતા એ હદે વધી કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ વિદેશી મહેમાનોને ત્યાં ભોજન માટે લઇ જતા
  • યેવગેનીએ પુતિન સાથે સંબંધો વિકસાવ્યા 
  • યેવગેનીને સરકારી ફાયદા મળવા લાગ્યા
  • યેવગેનીની ભૂમિકા શંકાસ્પદ રહી હતી
  • લાંબા સમય સુધી તેમણે કોઇ પણ રાજકીય ભૂમિકા સંભાળવાનો ઇન્કાર કર્યો
  • અપેક્ષાકૃત લો પ્રોફાઇલ રહેનારા યેવગેની વિદેશમાં પુતિનનો જમણો હાથ કહેવાતો
  • યેવગેનીએ ખુબ રૂપિયા કમાયા 
  • રશિયા સેના સાથે હાથ મિલાવીને પ્રાઇવેટ આર્મીની આગેવાની કરી
  • પુતિને તેનો પડદા પાછળ રહીને ઉપયોગ પણ કર્યો
  • પ્રિગોઝીન છેલ્લા થોડાક વર્ષથી વેગનર પ્રમુખ તરીકે સામે આવ્યા 
  • પુતિનની શેડો આર્મી તરીકે ઓળખાતા હતા
  • આફ્રિકામાં રશિયાના પ્રભાવને વધારવા ઘણી મદદ કરી
  • 2017 બાદ યેવગેનીએ વેગનર સમૂહને અનેક સ્થળોએ તૈનાત કર્યા 
  • અનેક દેશોમાં ખાણ અને જમીન ખરીદી કરી
  • વેગનર આફ્રિકામાં સૌથી પ્રભાવશાળી રશિયન સમૂહ છે
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ