બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / 'Major evidence' found in temple-Idgah dispute, claims Krishna Janmabhoomi president,

મથુરા / મંદિર-ઈદગાહ વિવાદમાં 'મોટો પુરાવો' મળ્યો, કૃષ્ણ જન્મભૂમિ પ્રમુખનો દાવો, બોલ્યાં, 'હવે તેનો ઉપયોગ'

Hiralal

Last Updated: 09:49 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદની વચ્ચે એએસઆઈનો દાવો છે મુઘલ બાદશાહ ઔરંગઝેબે મંદિર તોડીને શાહી ઈદગાહ બનાવી હતી.

દેશના અન્ય ઠેકાણાની જેમ મથુરામાં પણ શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહનો વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. એક બાજુ હિંદુઓનો દાવો છે આ મંદિર છે જેને તોડીને મસ્જિદ બનાવાઈ હતી તો મુસ્લિમો તેને મૂળ ઈદગાહ મસ્જિદ માની રહ્યાં છે. દાવા-પ્રતિદાવાની વચ્ચે આ આખો વિવાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. આજે આવેલા લેટેસ્ટ ચુકાદામાં વિવાદ સંબંધિત 5 કેસને એકસાથે જોડીને સુનાવણીના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતી મસ્જિદ સમિતિની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ત્યારે આ વિવાદના ઈતિહાસ પર નજર નાખવી જરુરી છે. 

એએસઆઈએ શું માહિતી જાહેર કરી 
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ માહિતી અધિકાર અરજીનો જવાબ આપતા એવી વિગતો જાહેર કરી છે કે મુઘલ બાદશાહ ઔરંગઝેબ દ્વારા કેશવદેવ મંદિરને તોડીને શાહી ઈદગાહ બનાવાઈ હતી.  કેશવદેવ મંદિર  કૃષ્ણ જન્મભૂમિ મંદિર સંકુલનો એક ભાગ હતું. કટરા ટેકરાના ભાગો જે નઝુલ ભાડૂતોના કબજામાં નથી, જેના પર અગાઉ કેશવદેવનું મંદિર હતું, જેને તોડી પાડવામાં આવ્યું હતું અને આ સ્થળનો ઉપયોગ ઔરંગઝેબની મસ્જિદ માટે કરવામાં આવ્યો હતો.

ઔરંગઝેબે 1670 મંદિરને તોડી પાડવા માટે એક ફરમાન બહાર પાડ્યું હતું
હાલમાં ચાલી રહેલા કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદમાં આ તારણ નિર્ણાયક સાબિત થઇ શકે છે અને શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાસના પ્રમુખ મહેન્દ્ર પ્રતાપસિંહે જણાવ્યું હતું કે તેઓ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આ કેસની દલીલ કરતી વખતે આરટીઆઇના જવાબનો ઉપયોગ કરશે. ઐતિહાસિક પુરાવાના આધારે, અમે અમારી અરજીમાં ઉલ્લેખ કર્યો હતો કે ઔરંગઝેબે 1670 મંદિરને તોડી પાડવા માટે એક ફરમાન બહાર પાડ્યું હતું. તેના પગલે ત્યાં શાહી ઈદગાહ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

કૃષ્ણા જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ
શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ હિન્દુ જૂથોના દાવાની આસપાસ ફરે છે, જેઓ દલીલ કરે છે કે મસ્જિદનું નિર્માણ મુઘલ સમ્રાટ ઔરંગઝેબે 1670માં હાલના મંદિરને તોડી પાડ્યા બાદ કર્યું હતું. તેમનો દાવો છે કે આ સ્થળ મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણનું જન્મસ્થળ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ