બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / major accident on Samriddhi Highway in Maharashtra; 12 dead, 23 in serious condition

મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે / મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ હાઈવે પર ફરી મોટો અકસ્માત; બસ અને કન્ટેનર વચ્ચે અથડામણમાં 12 લોકોના મોત, 23ની હાલત ગંભીર

Megha

Last Updated: 11:22 AM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના સંભાજીનગરમાં રવિવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. કન્ટેનર અને મીની બસ વચ્ચે અથડામણમાં 12 લોકોના મોત થયા હતા. જ્યારે 23થી વધુ લોકો ઘાયલ થયા છે.

  • સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે
  • ભક્તોથી ભરેલી બસ રસ્તા પર ઉભેલા કન્ટેનર સાથે અથડાઈ
  • બસમાં મુસાફરી કરી રહેલા 12 શ્રદ્ધાળુઓના મોત થયા હતા

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. રવિવારે સવારે હાઇ સ્પીડમાં મુસાફરી કરી રહેલી એક મિની બસ કન્ટેનર સાથે અથડાતાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા અને 23 લોકો ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ખાનગી બસમાં 35 મુસાફરો હતા.

બસમાં મુસાફરી કરી રહેલા 12 શ્રદ્ધાળુઓના મોત થયા 
બુલઢાણા જિલ્લામાં નાગપુર-મુંબઈ સમૃદ્ધિ હાઈવે પર ભક્તોથી ભરેલી બસ રસ્તા પર ઉભેલા કન્ટેનર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 12 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે નાશિકના ભક્તો બસમાં પ્રવાસી બાબાની દરગાહ ગયા હતા. દર્શન કર્યા બાદ બધા નાસિક પરત ફરી રહ્યા હતા. દરમિયાન, વૈજાપુર નજીક સમૃદ્ધિ હાઇવે પર જામબરગાંવ ટોલ બૂથ પાસે શ્રદ્ધાળુઓને લઇ જતી બસ અકસ્માતનો ભોગ બની હતી. ઘાયલોના જણાવ્યા મુજબ બસની સ્પીડ ઝડપી હતી. રોડ પર પહેલાથી જ ઉભેલા કન્ટેનરને જોયા બાદ ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો, ત્યારબાદ બસ કન્ટેનર સાથે અથડાઈ હતી.

બસ ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના મુંબઈથી લગભગ 350 કિલોમીટર દૂર જિલ્લાના એક્સપ્રેસ વેના વૈજાપુર વિસ્તારમાં સવારે 12.30 વાગ્યે થઈ હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બસ ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો, જેના કારણે બસ પાછળથી કન્ટેનર સાથે અથડાઈ. આ દુર્ઘટનામાં 12 મુસાફરોના મોત થયા છે. મૃતકોમાં પાંચ પુરૂષ, છ મહિલાઓ અને એક સગીર છોકરીનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું કે 23 અન્ય મુસાફરો ઘાયલ થયા છે અને તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  

એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન ડિસેમ્બર 2022માં થયું હતું
પીએમ મોદીએ ડિસેમ્બર 2022માં મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. ડિસેમ્બર 2022 થી અત્યાર સુધીમાં આ એક્સપ્રેસ વે પર 800 થી વધુ અકસ્માતો થયા છે. જણાવી દઈએ કે સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેનું પૂરું નામ 'હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે' મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ છે. આ એક્સપ્રેસ વે રાજ્યના 10 જિલ્લા નાગપુર, વાશિમ, વર્ધા, અહેમદનગર, બુલઢાણા, ઔરંગાબાદ, અમરાવતી, જાલના, નાસિક અને થાણેમાંથી પસાર થાય છે.

સમૃદ્ધિ એક્સપ્રેસ વેના બે તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ત્રીજા તબક્કાનું કામ ચાલી રહ્યું છે. બીજા તબક્કાનું ઉદ્ઘાટન ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કર્યું હતું. ત્રીજા તબક્કાનું કામ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ