બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Mahatma Gandhi, who influenced millions of people of the country and the world, has also been influenced by PM Modi

ગાંધી જયંતિ 2023 / PM મોદીની બાળપણની ડાયરીમાં મહાત્મા ગાંધીના વિચારોનો ઉલ્લેખ, બે ઘટનામાં સમજાવ્યા બાપુના સિદ્ધાંતો

Dinesh

Last Updated: 08:34 AM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ અને દુનિયાના કરોડો લોકોને પ્રભાવિત કરનાર મહાત્મા ગાંધીની અસરથી પીએમ મોદી પણ બાકાત રહી શક્યા નથી, તે વાતનું પ્રમાણ તેમની પર્શનલ ડાયરીના પાનામાંથી જાણવા મળ્યું છે

  • આજે મહાત્મા ગાંધીજીની 154મી જન્મ જયંતિ
  • પીએમ નાનપણથી બાપુના રહ્યાં છે પરમ ભક્ત 
  • પહેલી વાર સીએમના શપથ લેતી વખતે બાપુની પ્રતિમાને કર્યાં હતા વંદન 

આ વર્ષે આપણે મહાત્મા ગાંધીની 154મી જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં "સ્વચ્છ ભારત દિવસ" તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. દેશ અને દુનિયામાં મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત બનનાર લોકોની ખોટ નથી. આજે લાખો-કરોડો લોકો બાપુના વિચારોથી પ્રેરિત છે. પીએમ મોદી પણ બાપુના વિચારોથી પ્રભાવિત અને પ્રરિત છે. જે તેમની પર્શનલ ડાયરીના કેટલાક બહાર આવેલા પાનાઓ પરથી જાણવા મળે છે

પીએમ મોદીની પર્શનલ ડાયરીના પાનામાંથી શુ જાણવા મળ્યું
પીએમ મોદીની પર્શનલ ડાયરીના કેટલાક પાના બહાર આવ્યાં હતા જેની પરથી ખબર પડે છે કે પીએમ તો છેક બાળપણથી બાપુના વિચારોને આત્મસાત કરી રહેલા જણાતા હતા. 

અંગત ડાયરીમાં બાપુના વિચારો
પર્સનલ ડાયરીમાં પીએમ મોદીએ ગાંધીનો વિચાર પોતાના હસ્તાક્ષરમાં લખ્યો હતો. મહાત્મા ગાંધી માનતા હતા કે વિકાસનું લક્ષ્ય માનવીને સુખી કરવાનું હોવું જોઈએ. તેઓ સમૃદ્ધિની આવી આધુનિક વિચારસરણીમાં માનતા ન હતા, જેમાં ભૌતિક વિકાસને પ્રગતિનો મૂળભૂત માપદંડ માનવામાં આવે છે. તેઓ બહુજન સુખાય-બહુજન હિતાય અને સર્વોદય એટલે કે સર્વોદયના સિદ્ધાંતોમાં માનતા હતા.

mahatma gandhi quotes in pm narendra modi personnel diary jan bhagidari bahujan hitay bahujan sukhay

સરકારી યોજનામાં ગાંધીજીના સર્વોદયના સિદ્ધાંતોની છાપ 
પીએમ મોદીએ સરકારી યોજનાઓમાં 'સૌનો સાથ, સૌનો વિકાસ'નો સિદ્ધાંત અમલમાં મૂક્યો ત્યારે તેમાં ગાંધીજીના બહુજન સુખાય-બહુજન હિતાય અને સર્વોદયના સિદ્ધાંતોની છાપ હતી.

પહેલી વાર સીએમ બનતા પહેલા ગાંધીજીની તસવીરને વંદન કર્યાં 
નરેન્દ્ર મોદીનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું. મહેનત અને લગનથી તેમણે રાજનીતિ અને સેવાના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. 2001માં તેઓ પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. શપથવિધિ માટે તેઓ સચિવાલય જવાના હતા. પીએમ મોદી તૈયાર થઈને મહાત્મા ગાંધીની તસવીર પાસે ઉભા રહી ગયા. તેઓ પહેલીવાર કોઈ રાજ્યનો કાર્યભાર સંભાળવા જઈ રહ્યા હતા. તેમણે ગાંધીજીની પ્રતિમાને વંદન કર્યાં હતા અને ત્યાર બાદ શપથ માટે ગયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ