ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Mahashivratri 2024 kotilingeshwara temple see 1 crore shivlings

Mahashivratri 2024 / ભારતના આ મંદિરમાં આવેલા છે 1 કરોડ શિવલિંગ, જ્યાં માનતા પૂર્ણ થતા લોકો જાતે શિવલિંગ કરે છે પ્રસ્થાપિત

Published By: Arohi

Last Updated: 11:36 AM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahashivratri 2024: કર્ણાટકના કોટિલિંગેશ્વર મંદિરમાં 1 કરોડ શિવલિંગ સ્થાપિત છે. અહીં એશિયાનું સૌથી મોટુ શિવલિંગ પણ છે. જેના દર્શન માટે લોકો દૂર દૂરથી આવે છે.

ADVERTISEMENT

ભગવાન શિવની મહિમા અપાર છે. પુરાણો અનુસાર જે શિવ ભક્ત મંદિરમાં દર્શન કરે છે ભોલેનાથ તેમની બધી મનોકામના પૂર્ણ કરે છે. ભોલેનાથની પૂજા માટે મહાશિવરાત્રીનો દિવસ ખૂબ જ સારો માનવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના શહેર કે ભારતના અલગ અલગ શિવ મંદિરોના દર્શન કરવા પહોંચે છે. આમ તો ભારતના દરેક શિવ મંદિર અનોખા છે. 

પરંતુ આજે અમે તમને ભારતના એક એવા શિવ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં દરેક વ્યક્તિ જવા માંગે છે. આ મંદિરની અનોખી વાત એ છે કે તેમાં એક કે બે નહીં પરંતુ વિવિધ પ્રકારના 1 કરોડ શિવલિંગ છે. તો આવો જાણીએ ભારતના આ અનોખા શિવ મંદિર વિશે. 

કોટિલિંગેશ્વરમાં 1 કરોડ શિવલિંગ
બેંગ્લોરથી લગભગ 100 કિમી દૂર કર્ણાટકના કોલાર જિલ્લાના કમ્માસંદ્રા ગામમાં ભગવાન શિવનું પ્રતિષ્ઠિત મંદિર છે. તેને કોટિલિંગેશ્વર નામથી ઓળખવામાં આવે છે. મંદિરની ખાસિયત છે કે અહીં વિવિધ આકારોના લગભગ 1 કરોડ શિવલિંગ છે. કન્નડમાં કોટિલિંગેશ્વરનો મતલબ કરોડ હોય છે. લિંગોનો આકાર 1 ફૂટથી લઈને 3 ફૂટ સુધી હોય છે. આ લિંગ 15 એકડ ભૂમિમાં ફેલાયેલું છે અને જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. 

એશિયાનું સૌથી મોટુ શિવલિંગ અહીં 
કોટિલિંગેશ્વર મંદિરનું નિર્માણ વર્ષ 1980માં સ્વામી સાંભા શિવ મૂર્તિ દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં સ્થાપિત શિવલિંગ 33 મીટર લાંબા છે દુનિયામાં સૌથી ઉંચુ છે. મંદિરમાં નંદીની 35 ફૂટ ઉંચી મૂર્તિ પણ છે. 1 કરોડ શિવલિંગ વાળા આ મંદિરમાં દર વર્ષે નિઃશુલ્ક સામૂહિક વિવાહ પણ કરાવવામાં આવે છે. 

પર્યટન સ્થળોની લિસ્ટમાં શામેલ છે આ મંદિર 
સરકારે આ મંદિરને એક પર્યટન સ્થળ જાહેર કર્યું છે. જેથી દુનિયાભરથી હજારે પર્યટક આવી શકે અને એશિયાના સૌથી મોટા લિંગના દર્શન કરી શકે. નાગલિંગા અને કેનન બોલ નામના બે ફૂલોના ઝાડ અહીં સ્થિત છે. ઘણી અવિવાહિત મહિલાઓ અહીં સુખી વૈવાહિક જીવનની પ્રાર્થના કરે છે. 

કોટિલિંગેશ્વર મંદિરમાં પૂજા 
બધા સ્થાપિત શિવલિંગો પર રોજ પુજારી પૂજા-અર્ચના કરે છે. પૂજા સંગીત અને ઢોલની સાથે કરવામાં આવે છે. બધા પૂજારી મંત્ર વાંચે છે અને સાથે જ લિંગો પર પાણી પણ નાખે છે. આટલું જ નહીં ભક્ત પોતાના શિવલિંગ સ્થાપિત કરીને ખાસ પૂજા પણ કરી શકે છે. 

વધુ વાંચો : મહાશિવરાત્રી પર આજે ધનની આવક વધારશે આ ઉપાય, પરંતુ ખાસ ધ્યાનમાં રાખજો આટલી વાતો

સ્થાપિત કરી શકો છો શિવલિંગ 
આ મંદિરની સારી વાત એ છે કે અહીં તમે પોતાનું શિવલિંગ સ્થાપિત કરી શકો છો. જે લોકોને વિશ્વાસ હોય છે કે સ્થાપનાથી તેમની ઈચ્છા પુરી થશે તે લોકો અહીં શિવલિંગ મુકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Mahashivratri 2024 kotilingeshwara temple shivlings મહાશિવરાત્રી 2024 Mahashivratri 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ