બ્રેકિંગ ન્યુઝ
VTV / Maharashtra Tulsidas Delkar committed an act against creation with the cow
Mahadev Dave
Last Updated: 03:59 PM, 16 July 2023
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં સનસનાટી મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં માણસના રૂપમાં હેવાન સમાન તુલસીદાસ ડેલીકર નામના એક સફાઈ કર્મચારીએ ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના વર્ધા શહેરના હવલદાસપુરાથી સામે આવી છે.ત્યારબાદ પોલીસે આરોપીને દબોચી લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન આરોપીએ ગાય પર બળાત્કાર ગુજાર્યો હોવાની કબૂલાત આપી છે. ગાય સાથે સેક્સ કરતા વીડિયો અને તસવીરો પણ વાયરલ થઈ છે. ત્યારબાદ પોલીસે તેને આ મામલે પકડી પાડી તપાસ આદરતા સામે આવ્યું કે આરોપીએ એક બે નહિ પરંતુ અઢળક ગાયો સાથે કુકર્મ આચર્યું હતું.
ADVERTISEMENT
આરોપી ડમ્પિંગ સાઇટ પાસે ગાય સાથે સેક્સ માણતો
મહત્વનું છે કે આરોપીની આ પાપલીલાનો વીડિયો અને તસવીરો વાયરલ થયા બાદ જીવદયા પ્રેમીઓ આકરા પાણીએ થયા હતા અને તેમણે પ્રદર્શનની ધમકી આપતા પોલીસ હરકતમાં આવી હતી. બાદમાં આરોપી તુલસીદાસને ઝડપી લીધો હતો. આ મામલે પ્રદીપ તલમલે નામના યુવાને સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસમાં જણાવ્યા અનુસાર આ વ્યક્તિ વર્ધા શહેરના હવલદાસપુરાના જૂના સરકારી શૌચાલય બ્લોક પાસે કચરાની ડમ્પિંગ સાઇટ પાસે ગાય સાથે સેક્સ માણતો હતો.પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી ડેલિકર કેન્સરનો રોગી છે. બીજી બાજુ તે માનસિક રોગી હોવાનો પણ પરિવારે દાવો કર્યો હતો. જોકે આ અંગે કોઈ પુરાવા આપ્યા નથી. ફરિયાદમાં તલમાલીએ દાવો કર્યો હતો કે તેમના એક સબંધીએ જુદા જુદા બે દિવસે આરોપીને જુદી જુદી ગાયો સાથે પકડી પાડ્યો હતો.
આરોપીની મેડિકલ તપાસ માટે તજવીજ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટના બહાર આવતાની સાથે આરોપીને ગણતરીની કલાકોમાં પકડી લેવામાં આવ્યો છે. ત્યારબાદ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી થઈ રહી છે. હાલ આરોપીની મેડિકલ તપાસ માટે તજવીજ ચાલી રહી હોવાનું વર્ધા પોલીસ મથકના પ્રભારી સત્યવીર એ જણાવ્યું હતું. બીજી બાજુ સબુત માટે પીડિત ગાયોની પણ શોધખોળ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.