બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / Maharashtra politics bjp shiv sena uddhav thackeray mla meeting

રાજનીતિ / શિવસેનાએ હોર્સ ટ્રેડિંગના ડરે ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા, આદિત્ય ઠાકરેએ કરી મુલાકાત

Published By: Gayatri

Last Updated: 01:45 AM, 8 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સરકાર બનાવવાને લઈને શિવસેના અને ભાજપ વચ્ચેની ખેંચતાણ યથાવત છે. 9 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થશે. પરંતુ સરકાર બનાવવાને લઈને હજુ અસમંજસ જોવા મળી રહી છે. જેને લઈને 9 નવેમ્બર બાદ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે. જો કે આખરી ઘડીએ ભાજપ અને શિવસેનાના સમાધાનના પ્રયાસો ચાલુ છે. મોડીરાતે શંભાજી ભીંડે માતોશ્રી ખાતે પહોંચ્યા હતા. પરંતુ માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરેએ શંભાજીને મળવાનો સમય આપ્યો ન હતો.

  • રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા ભાજપના નેતા
  • ભાજપે ન રજૂ કર્યો સરકાર બનાવવાનો દાવો
  • શિવસેનાએ પોતાતના ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા

શિવસેનાને હોર્સ ટ્રેડિંગનો ડર

શિવસેનાને આખરી ઘડીએ ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો ડર સતાવી રહ્યો છે. જેના પગલે શિવસેનાએ સાવચેતીના ભાગરૂપે તેમના તમામ ધારાસભ્યોને હોટલ રંગ શારદામાં શિફ્ટ કર્યા છે. જ્યાં ધારાસભ્યોને તેમના ફોન સ્વિચ ઓફ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા. આ સાથે જ તેમના મોબાઇલ પણ મીટિંગ હોલની બહાર જમા કરાવવામાં આવ્યા છે. 

મહત્વનું છે કે ભાજપ શિવસેનાના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરે તેવી આશંકા શિવસેનાએ વ્યક્ત કરી છે. તો બીજી તરફ મહારાષ્ટ્ર કોંગ્રેસને પણ ધારાસભ્યોના પક્ષપલટાનો ડર સતાવી રહ્યો છે. આથી કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને જયપુર લઈ જઈ શકે છે.

ધારાસભ્યોને ફરી મળ્યા આદિત્ય ઠાકરે

શિવસેના ધારાસભ્ય આદિત્ય ઠાકરે રંગશારદા હોટલમાં રોકાયેલ ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. આદિત્ય ઠાકરેએ અંદાજિત 1 કલાક સુધી ધારાસભ્યો સાથે ચર્ચા કરી હતી.

રાજ્યપાલ સાથે એડવોકેટ જનરલે કરી મુલાકાત

સરકાર બનાવવાની કવાયત વચ્ચે મહારાષ્ટ્રના એટવોકેટ જનરલેપણ રાજભવનમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી છે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરે પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન અથવા સૌથી મોટા દળને સરકાર બનાવવાનું આમંત્રણ અપાઇ શકે છે. વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ કોઇ પણ દળ જો સરકાર બનાવવામાં અસફળ રહે છે તો 6 મહીના સુધી રાજ્યપાલ શાસન લગાવી શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

BJP Maharashtra Shiv Sena ભાજપ મહારાષ્ટ્ર શિવસેના politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ