ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મુંબઈ / Politics / સ્ટ્રાઇક રેટ 64 %, બેઠક 1425, જુઓ ભાજપ સામે કઇ રીતે પરાસ્ત થયું મહાવિકાસ અઘાડી?

મહારાષ્ટ્ર / સ્ટ્રાઇક રેટ 64 %, બેઠક 1425, જુઓ ભાજપ સામે કઇ રીતે પરાસ્ત થયું મહાવિકાસ અઘાડી?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:47 PM, 18 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra Politics News: મહારાષ્ટ્ર નગર નિગમ ચૂંટણીના પરિણામોએ રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલી નાખ્યા છે.

ADVERTISEMENT

Maharashtra Politics News: મહારાષ્ટ્ર નગર નિગમ ચૂંટણીના પરિણામોએ રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં કુલ 2,869 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપે 64.51 ટકાના સ્ટ્રાઇક રેટ સાથે 1,425 બેઠકો જીતી હતી. તેવી જ રીતે ભાજપે બીએમસીમાં સૌથી વધુ 89 બેઠકો જીતી. તેનાથી વિપરીત કોંગ્રેસ અને અવિભાજિત શિવસેનાના પ્રદર્શનમાં ઘટાડો થયો હતો. જોકે AIMIM ના પ્રદર્શને પણ બધાને ચોકાવ્યા છે.

BMC-BJP

તેવી જ રીતે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામોએ બધાને આશ્ચર્યચકિત કર્યા હતા, જ્યાં ભાજપે 135 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 66 ટકાના શાનદાર સ્ટ્રાઇક રેટ સાથે સૌથી વધુ 89 બેઠકો જીતી હતી. અહીં, ભાજપે 45.39 ટકા મત મળ્યા છે. જ્યારે તેના સાથી શિવસેના (શિંદે જૂથ) એ 90 માંથી 29 બેઠકો જીતી છે.

UBT એ 65 બેઠકો જીતી

શિવસેના (UBT) 40.62 ટકાના સ્ટ્રાઇક રેટ સાથે બીજા ક્રમે રહી. BMC ચૂંટણીમાં યૂટીબીએ સૌથી વધુ 160 બેઠકો પર ચૂંટણી લડી અને 27.37 ટકાના વોટ શેર સાથે 65 બેઠકો જીતી. કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું, માત્ર 15.89 ટકાના સ્ટ્રાઇક રેટને સ્પર્શી શકી. શરદ પવારની એનસીપી અને રાજ ઠાકરેની એમએનએસ પણ મતદારોને પોતાના પક્ષમાં કરવામાં નાકામ રહી અને 1 ટકા કરતા ઓછા સ્ટ્રાઇક રેટ સાથે કેટલીક બેઠકોમાં સમેટાઇ ગઇ.

uddhav-thackeray-1

2017 ની સરખામણીમાં ભાજપની લીડમાં વધારો

ચૂંટણીના આંકડા અનુસાર 2017 ની સરખામણીમાં ભાજપે માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ સમગ્ર મહારાષ્ટ્રમાં મોટી બઢત મેળવી છે. ભાજપની બેઠકોની સંખ્યા 2017 માં 1,125 હતી જે વધીને હવે 1,425 થઈ ગઈ છે. તેનાથી વિપરીત કોંગ્રેસ અને અવિભાજિત શિવસેનાનું પ્રદર્શન ઘટ્યું છે. અવિભાજિત શિવસેના જે અગાઉ 500 થી વધુ બેઠકો ધરાવતી હતી, હવે 399 બેઠકો ધરાવે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 'પ્લેનમાં બોમ્બ છે' ની નોટ મળી આવતા હડકંપ, Indigoનું કરવું પડ્યું ઇમરજન્સી લેન્ડિંગ

AIMIM નું પ્રદર્શન કોંગ્રેસ કરતા ઘણું આગળ

ભાજપની જેમ હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ પણ રાજ્યભરમાં નોંધપાત્ર ફાયદો મેળવ્યો, 29.78 ટકા સ્ટ્રાઇક રેટ સાથે 126 બેઠકો જીતી.

આમ આદમી પાર્ટીએ 455 બેઠકો પર ચૂંટણી લડી પરંતુ ખાતું ખોલી ન શકી. શરદ પવારની પાર્ટીએ રાજ્યભરમાં ફક્ત 36 બેઠકો જીતી, જ્યારે અજિત પવારની આગેવાની હેઠળેની એનસીપીએ 167 બેઠકો જીતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai News BMC Elections 25026 BJP

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ