બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / Maharashtra CM devendra fadnavis on bullock cart

ચૂંટણી / મહારાષ્ટ્રઃ બળદગાડામાં સવાર થઇને મુખ્યમંત્રી ફડણવીસે કર્યો ચૂંટણી પ્રચાર, જુઓ Video

Published By: Gayatri

Last Updated: 05:50 PM, 15 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ વખતે ચૂંટણી પ્રચાર માટે બળદગાડાની સવારી કરતા નજરે પડી રહ્યા છે. રવિવારે આ દરમિયાન જ્યારે તેમને ચૂંટણી તૈયારી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મહાજનાદેશ યાત્રામાં વિશાળ જનસમર્થન જોતા તેમને આશા છે કે ભાજપને આવનાર રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં અનપેક્ષિત જીત મળશે.

  • બળદગાડામાં સવાર થઇને CM ફડણવીસે કર્યો ચૂંટણી પ્રચાર
  • ભાજપને આવનાર રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં અનપેક્ષિત જીત મળશે : CM ફડણવીસ
  • એક મેટ્રો કાર શેડ બનાવવા માટે 2,600 વૃક્ષ કાપવાની મંજૂરી આપી

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અત્યાર સુધીમાં 3 હજાર કિલોમીટરની યાત્રા થઇ છે અને તેઓ રાજ્યના 288 વિધાનસભા ક્ષેત્રોમાંથી 100 વિધાનસભા ક્ષેત્રોમાં પહોંચ્યા છે. તેમણે અહીં પત્રકારો સાથેની વાતચિતમાં કહ્યું કે, અમે જ્યાં પણ જઇએ છીએ લોકો યાત્રાનું સ્વાગત કરી રહ્યા છે અને સારી પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકોના સમર્થનને જોતા અમને ખાતરી છે કે અમે વિધાનસભા ચૂંટણીમાં અનપેક્ષિત જીત મળશે.  ફડણવીસે શનિવારે પૂણે જિલ્લાના કેટલાક તાલુકાઓનો પ્રવાસ કર્યો. આ મહાજનાદેશ યાત્રાના ત્રીજા તબક્કાની યાત્રા છે.

તેમને જ્યારે યાત્રાવાળા રસ્તામાં મોટા મોટા હોર્ડિંગ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે જો પાર્ટી કાર્યકર્તાઓને લાગે છે કે તેઓ આ પ્રકારના બેનર લગાવવાથી તેમને ટિકિટ મળશે તો એવું નથી. ત્યારે મુંબઇના આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ બનાવવા માટે વૃક્ષોના કાપવાની સંબંધમાં પૂછવામાં આવેલ સવાલ પર કહ્યું કે તેઓ સાચા છે કે આ ક્ષેત્રમાં વૃક્ષ છે પરંતુ આ ન તો જૈવ વિવિધતાવાળા દાયરામાં આવે છે અને ન વન વિભાગમાં.

તેમણે કહ્યું કે, જાપાના આ પરિયોજનામાં રોકાણ કરી રહ્યું છે અને જો પરિયોજના સતત નથી થતી તો તેઓ ક્યારે રોકાણ ન કરત. મુંબઇ નગર નિગમે હાલમાં જ આરે કોલોનીમાં એક મેટ્રો કાર શેડ બનાવવા માટે 2,600 વૃક્ષ કાપવાની મંજૂરી આપી દીધી છે. પર્યાવરણપ્રેમીઓ આ વૃક્ષ કાપવાનો વિરોધ કરી રહ્યા છે. કેટલીક બૉલિવુડ હસ્તિઓ અને નેતાઓ પણ વિરોધ કરી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

CM devendra fadnavis Maharashtra bullock cart દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર Election

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ