બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મુંબઈ / અજિત પવારનું પ્લેન ક્રેશ અકસ્માત કે કાવતરું? ભત્રીજાના મોત પછી શરદ પવારની પહેલી પ્રતિક્રિયા

મહારાષ્ટ્ર / અજિત પવારનું પ્લેન ક્રેશ અકસ્માત કે કાવતરું? ભત્રીજાના મોત પછી શરદ પવારની પહેલી પ્રતિક્રિયા

Published By: Ajitsinh Jadeja

Last Updated: 07:50 PM, 28 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sharad Pawar on Ajit Pawar Plane Crash: અજિત પવારના મૃત્યુ પર શરદ પવારે કહ્યું કે તે એક અકસ્માત હતો અને તેની પાછળ કોઈ કાવતરું નહોતું.

Sharad Pawar on Ajit Pawar Plane Crash: અજિત પવારના મૃત્યુ પર શરદ પવારે કહ્યું કે તે એક અકસ્માત હતો અને તેની પાછળ કોઈ કાવતરું નહોતું. શરદ પવારે કહ્યું કે તે એક અકસ્માત હતો આના પર કોઈ રાજકારણ ન થવું જોઇએ. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રે એક એવો નેતા ગુમાવ્યો છે જેની ખોટ ભરપાઈ સંભવ નથી.

તેમના ભત્રીજા અજિત પવારના મૃત્યુ પર શરદ પવારની પહેલી પ્રતિક્રિયા આવી છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે તે એક સંપૂર્ણ અકસ્માત હતો અને તેમાં કોઈ કાવતરું સામેલ નહોતું. શરદ પવારે અપીલ કરી કે આ અકસ્માત પર રાજકારણ ના કરો. તેમણે કહ્યું કે અજિતના મૃત્યુથી મહારાષ્ટ્રને મોટું નુકસાન થયું છે, જેની ભરપાઈ નહી થઇ શકે.

Dy-CM-Ajit-Pawar-Funeral

આમાં રાજકારણ ન લાવો, આ મારી વિનંતી છે - શરદ પવાર

શરદ પવારે કહ્યું કે જે અકસ્માત થયો છે તે ખૂબ જ દુઃખદ છે. એક મહેનતુ વ્યક્તિના ગુમાવવાથી મહારાષ્ટ્રને નુકસાન થયું છે. જે નુકસાન થયું છે તે ક્યારેય ભરપાઈ થશે નહીં. તેમણે કહ્યું, "આજે બધું આપણા હાથમાં નથી. હું આજે વિનાયકરાવને મળ્યો. કેટલીક દુષ્ટ શક્તિઓ જાણી જોઈને સમાજમાં આ પ્રકારનો પ્રચાર ફેલાવી રહી છે કે શું આ અકસ્માતમાં કોઈ રાજકીય સંડોવણી છે. આમાં કોઈ રાજકારણ નથી. આ ફક્ત એક અકસ્માત છે. મહારાષ્ટ્ર અને આપણે બધા આનાથી ખૂબ જ દુઃખી છીએ. કૃપા કરીને આમાં રાજકારણ ન લાવો, આ મારી વિનંતી છે." ઉલ્લેખનીય છે કે વિપક્ષીના ઘણા નેતાઓએ વિમાન દુર્ઘટનાની તપાસની માંગ કરી છે.

આ પણ વાંચોઃ પ્લેન ક્રેશ થયું કે તરત અજિત પવારની આ વસ્તુઓ જમીન પર વિખેરાઈ ગઈ, ફોટા વાયરલ

ગુરુવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે

અજિત પવારના પાર્થિવ શરીરને હાલમાં અંતિમ દર્શન માટે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાનમાં રાખવામાં આવ્યું છે. ગુરુવારે (29 જાન્યુઆરી) પુરા રાજકિય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. ઘણા વિપક્ષી નેતાઓ પણ અજિત પવારને અંતિમ વિદાય આપવા માટે પહોંચી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Ajit Pawar Sharad Pawar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ