બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મુંબઈ / પ્લેન ક્રેશ થયું કે તરત અજિત પવારની આ વસ્તુઓ જમીન પર વિખેરાઈ ગઈ, ફોટા વાયરલ

મહારાષ્ટ્ર / પ્લેન ક્રેશ થયું કે તરત અજિત પવારની આ વસ્તુઓ જમીન પર વિખેરાઈ ગઈ, ફોટા વાયરલ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:37 PM, 28 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ajit Pawar Plane Crash : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCPના આગેવાન અજિત પવારનું બુધવારે સવારે બારામતીમાં જતાં સમયે વિમાન દુર્ઘટનામાં નિધન થયું.

Ajit Pawar Plane Crash : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCPના આગેવાન અજિત પવારનું બુધવારે સવારે બારામતીમાં જતાં સમયે વિમાન દુર્ઘટનામાં નિધન થયું. આ દુ:ખદ અકસ્માત પછી સવારે જ્યારે ઘટનાસ્થળની તસવીરો સામે આવી ત્યારે સમગ્ર મહારાષ્ટ્રના થંભી ગયું. વિખરાયેલા કાગળો, વિખરાયેલી ફાઇલો અને તૂટેલી વસ્તુઓ મૌન સાક્ષીઓની જેમ ઉભી રહી, જાણે કે અજિત દાદા તેમના છેલ્લા શ્વાસ સુધી તેમના કામમાં ડૂબેલા હતા. તેઓ ગયા... પરંતુ જમીન પર વિખરાયેલા આ દસ્તાવેજો દર્શાવે છે કે તેમના અંતિમ ક્ષણો સુધી તેમનના મનમાં ન સત્તાનો મોહ હતો, ન શોહરતનો.. બસ કામનું જનૂન હતુ, કામને પુરુ કરવાની બેચેની અને લોકો સુધી યોજનાઓ પહોંચાડવાની મનસા.

દરેક અધિકારી, દરેક સાથીદાર અને દરેક કાર્યકર અજિત પવાર વિશે સંમત હતા. તેઓ તેમના કાર્ય પ્રત્યે અત્યંત સતર્ક હતા, પછી ભલે તે વિધાનસભા સત્ર હોય, વહીવટી બેઠક હોય કે જિલ્લાના વિકાસ પ્રોજેક્ટ હોય. તેઓ દરેક કાગળ, દરેક ફાઇલ, દરેક યોજનાને એટલી ઊંડાણપૂર્વક સમજતા હતા કે અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ જતા હતા. તેઓ કોઈપણ મુદ્દાનો સાર, તેની જટિલતા અને તેના ઉકેલને તરત જ જાણતા હતા.

vtv app promotion

આ પણ વાંચોઃ Plane Crash / 'ફ્લાઈટમાં અજિત પવાર સાથે વાત કરાવીશ' પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનાર પિંકીએ પિતાને કહ્યું હતું

એવું કહેવાય છે કે મુખ્યમંત્રીઓ બદલાઈ શકે છે, મંત્રીમંડળ બદલાઈ શકે છે, પરંતુ અજિત દાદાની કાર્યશૈલી યથાવત રહી. તેઓ દરરોજ સવારે બેઠકો કરતા દરરોજ સાંજે અહેવાલો માંગતા અને દરેક કાર્ય નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્ર પર સકારાત્મક દબાણ લાવતા.

અજિત પવાર ફક્ત એક પ્રશાસક જ નહોતા, તેઓ એક ઉત્તમ આયોજક પણ હતા. રાજકીય વર્તુળોમાં એવું માનવામાં આવતું હતું કે જ્યારે પણ કોઈ કટોકટી ઊભી થાય છે, ત્યારે દાદા સૌથી પહેલા સ્થીતી સંભાળવા ઉભા રહેતા. તેમની ટીમ પર તેમનો કમાન્ડ, તેમના કાર્યકરો સાથેનો તેમનો સંબંધ અને તેમની પાયાની સમજ તેમને અન્ય નેતાઓથી અલગ પાડતી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ajit Pawar Plane Crash Ajit Pawar Death Ajit Pawar News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ