બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'ફ્લાઈટમાં અજિત પવાર સાથે વાત કરાવીશ' પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનાર પિંકીએ પિતાને કહ્યું હતું
Last Updated: 05:27 PM, 28 January 2026
Who Was Pinki Mali: ગામના રહેવાસી અશોકસિંહે મીડિયાને જણાવ્યું કે પિંકીના પિતાનો ગામ સાથે ગાઢ સંબંધ હતો અને તેઓ દર વર્ષે દુર્ગા પૂજાનું આયોજન કરતા હતા. તેઓ લગભગ દોઢ વર્ષ પહેલા ગામની મુલાકાતે આવ્યા હતા.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશની રહેવાસી પિંકી માલીનું પણ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે થયેલા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. પિંકી માલી વિમાનમાં કેબિન ક્રૂ સભ્ય હતી. તે મૂળ જૌનપુર જિલ્લાની હતી. તેના પિતા શિવકુમાર માલી મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા છે. પિંકીએ મુંબઈના થાણેમાં શિક્ષણ મેળવ્યું હતું.

ADVERTISEMENT
જૌનપુરમાં પિંકીનું પૈતૃક ઘર જિલ્લા મુખ્યાલયથી લગભગ 40 કિલોમીટર દૂર કેરાકટ તહસીલના ભૈંસા ગામમાં છે. ગામના રહેવાસી અશોક સિંહે મીડિયાને જણાવ્યું કે પિંકીના પિતાનો ગામ સાથે ગાઢ સંબંધ હતો અને તેઓ દર વર્ષે દુર્ગા પૂજાનું આયોજન કરતા હતા. તેઓ લગભગ દોઢ વર્ષ પહેલા ગામની મુલાકાતે આવ્યા હતા. પિંકીને એક ભાઈ કરણ અને એક બહેન પ્રીતિ છે. પિંકી માલી 29 વર્ષની હતી અને મુંબઈના વર્લી વિસ્તારમાં સેન્ચુરી ક્વાર્ટર્સમાં રહેતી હતી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ Ajit Pawar Plane Crash / કોણ છે શાંભવી પાઠક? અજિત પવાર સાથે પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનારી, માતા બેહાલ
પરિવારની છેલ્લી વાતચીત
ADVERTISEMENT
પિંકીના પિતા શિવકુમાર માલીએ એક મીડિયાને જણાવ્યું હતું કે તે ખૂબ જ ખુશ હતી અને કહ્યું હતું કે, "જ્યારે હું ફ્લાઇટમાં ચઢીશ, ત્યારે હું તમારી અજિત પવાર સાથે વાત કરાવીશ" પિંકીના ભાઈ કરણના જણાવ્યા મુજબ પિંકીએ સવારે ફોન પર તેને કહ્યું હતું કે તે બારામતીથી નાંદેડ જઈ રહી છે. ત્યારબાદ તેનો કોઈ સંદેશ આવ્યો નહીં.
ભૈસા ગામના રહેવાસી પિંકીના પિતરાઈ ભાઈ શીતલા પ્રસાદ માલીએ મીડિયાને જણાવ્યું હતું કે શિવકુમાર માલી ચાર ભાઈઓમાંના એક છે. તેમના પિતા બાબુ રામનું ગયા વર્ષે અવસાન થયું હતું. પિંકીના લગ્ન થયા છે અને પરિવારના બધા સભ્યો હાલમાં મુંબઈમાં રહે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.