ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Madhya Pradesh, Rajasthan, Punjab, Gujarat And West Bengal Did Not Implement New Traffic Rules

બદલાવ / આ રાજ્યોમાં નથી લાગૂ થયા નવા ટ્રાફિક નિયમો, જાણો ગુજરાત છે કે નહી?

Published By: Juhi

Last Updated: 12:22 PM, 2 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 સપ્ટેમ્બરથી દેશભરમાં ટ્રાફિકને લઇને નવા નિયમો લાગૂ થઇ ગયા છે. જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો 10 ગણો દંડ લગાવવામાં આવે તેવી જોગવાઇ છે.

ADVERTISEMENT

સરકારનું માનવુ છે કે, લોકો જાગરૂત થશે અને નિયમોનુ પાલન કરશે. જોકે આ નિયમોને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે. 24 કલાક વીતી ગયા હોવા છતાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પજાંબ અને પ્રશ્ચિમ બંગાળમાં આ નિયમો લાગૂ નથી કરવામાં આવ્યા.

રાજ્ય સરકારે આ વધેલા દંડને કારણે નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર અનુસાર, RTO ની સાથે વાત કરીને આ અંગે નિર્ણય કરવામાં આવશે જ્યારે રાજસ્થાન સરકાર આ મુદ્દા પર આજે સમીક્ષા કરીને નિર્ણય લેશે. જાણો કયા રાજ્યોમાં કયા કારણોસર નથી લાગૂ કરવામાં આવ્યા આ નિયમો:

ગુજરાતમાં નથી જારી કરવામા આવ્યુ નોટિફિકેશન:

ગુજરાતમાં ભાજપ સરકાર છે, તેમ છતાં રાજ્યમાં નવા ટ્રાફિકના નિયમો લાગૂ નથી થયા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે,  RTO સાથે વાત કરીને આ નિયમો લાગૂ કરવામાં આવશે. પરિવહન વિભાગની તરફથી હજુ સુધી કોઇ નોટિફિકેશન જારી કરવામાં આવ્યુ નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગળ કહ્યુ કે, વધારે દંડ અને સજાની જોગવાઇને કારણે નિર્ણય લેવાનો બાકી છે. એક અઠવાડિયાની અંદર મંત્રીમંડળ અને અધિકારીઓની સાથે બેઠક કરીને આ મુદ્દા પર નિર્ણય કરવામાં આવશે. જે પછી રાજ્યમાં બિલની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. હાલમાં જૂના નિયમો હેઠળ દંડ વસૂલવામાં આવી રહ્યો છે.

દંડ વધારે એટલે નથી લાગૂ થયુ બિલ:

કલમનાથ સરકારના મંત્રીએ જણાવ્યુ કે, મધ્યપ્રદેશ રાજ્યમાં 1 સપ્ટેમ્બરથી નવા નિયમો લાગૂ કરવામાં આવ્યા નથી. કેન્દ્રે ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન કરવા પર ભારે દંડ લગાવાની જોગવાઇ કરી છે અને રાજ્ય સરકાર ચર્ચા પછી આ નિયમ લાગૂ કરશે. આ કારણે સંબંધિત વિભાગોના સચિવને કહેવામાં આવ્યુ છે કે, નવા નિયમોના વિશે જાણે અને દંડની રકમ કેન્દ્ર સરકાર પાછે ઓછી કરવવા માટે પગલુ ભરે. તો પરિવહન મંત્રી ગોવિંદ સિંહ રાજપૂતે કહ્યુ કે, હાલમાં જૂના નિયમો અનુસાર દંડ વસૂલવામા આવી રહ્યા છે. અમે નથી ઇચ્છતા કે લોકો 5000-10000 રૂપિયાનો દંડ ભરે, જ્યાં જરૂર હશે ત્યાં લાગૂ કરવામાં આવશે.

ચલાણ બુકમાં નથી આવ્યુ કોઇ નોટિફિકેશન:

પજાંબના કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારે પોતાના રાજ્યમાં નવા નિયમો લાગૂ નથી કર્યા. ટ્રાફિક પોલીસની પાસે આ નિયમને લઇને નોટિફિકેશન કૉપી નથી પહોંચી. નિયમો લાગૂ થતા પહેલા પોલીસે 140 લોકોને ચલાણ આપ્યુ, જેમાં મોટેભાગે બાળકો શામેલ હતા. ટ્રાફિક ઇન્ચાર્જ અનુસાર, ટ્રાફિક નિયમોમાં દંડ વધારવાની જાણકારી મળી છે પરંતુ ચલાણ બુકમાં આ અંગે કોઇ નોટિફિકેશન  આપવામાં આવ્યુ નથી. નવું નોટિફિકેશન આવશે પછી તેના પર કાર્યવાહી કરવામાં આવશે. 

રાજસ્થાનમાં કરવામાં આવી સમીક્ષાની માંગ:

રાજસ્થાનના પરિવહન મંત્રી અનુસાર, રાજ્યમાં ટ્રાફિક નિયમોના બદલાવ માટે કાયદો લાગૂ કરવામાં આવ્યો છે, પરંતુ અમારુ માનવુ છે કે, દંડ આટલો બધો ના હોવો જોઇએ. મંદીના આ સમયમાં મોટેભાગે લોકો પાસે ખાવા માટે બે ટાઇમની રોટલી નથી હોતી, એવામાં આટલો દંડ હશે તો કેવી રીતે ભરી શકાશે.

પ્રશ્ચિમ બંગાળમાં પહેલા જ કરી દેવામાં આવી હતી જાહેરાત:

પ્રશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની નેતૃત્વનાળી તૃણમૂળ કોંગ્રેસની સરકાર છે. રાજ્ય સરકારે પહેલા જ આ માટે ઇન્કાર કરી દીધો હતો. રાજ્યના પરિવહન મંત્રી અનુસાર, રાજ્યમાં આ નિયમો લાગૂ નહી થાય. કેન્દ્ર સરકાર જ્યારે આ બિલ બનાવી રહી હતી ત્યારે અમે વિરોધ કર્યો હતો. ઘણા ક્ષેત્રોમાં દંડની રાશિ 10 ગણી વધી ગઇ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Madhya Pradesh Rules Traffic rules gujarat national Changes

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ