બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / madhya pradesh cub of female cheetah jwala died today in kuno national park

હડકંપ / કૂનો નેશનલ પાર્કમાંથી વધુ એક શોકની ખબર, માદા ચિત્તા જ્વાલાના બચ્ચાનું મોત, ટોટલ 4ના મોત

Kishor

Last Updated: 06:07 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી માદા ચિત્તા જ્વાલાના બચ્ચાનું મોત નીપજ્યું હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

  • મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી વધુ એક માઠા સમાચાર
  • માદા ચિત્તા જ્વાલાના બચ્ચાનું મોત
  • કુનો પાર્કમાં ચોથા ચિત્તાના મૃત્યુથી હડકંપ  

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં માદા ચિત્તા જ્વાલાના બચ્ચાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. કુનો પાર્કમાં આ ચોથા ચિત્તાનું મૃત્યુ હોવાનું બહાર આવ્યું છે. વનવિભાગ દ્વારા આજે બચ્ચાના મોતની પુષ્ટિ કરાઈ હતી. જોકે મહત્વનું છે કે હજુ સુધી મોતનું કોઈ કારણ સ્પષ્ટ થવા પામ્યું નથી. એટલું જ નહીં બચ્ચાને કોઈ રોગ હોવાનું પણ સામે આવ્યું નથી.

VTV Gujarati News and Beyond on Twitter: "MP : કુનો નેશનલ પાર્કમાં ત્રીજા  ચિત્તાનું મોત #KunoNationalPark #leapord #VTVGujarati  https://t.co/Ke2MGXbYPa" / Twitter

અગાઉ માદા ચિતા દક્ષાનું મૃત્યુ થયું
નોંધનીય છે કે ગત મહિને માદા ચિત્તા જ્વાલાએ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો. જેને સુરક્ષા સાથે તેમના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી રહી હતી. છતાં આજે સવારે એકાએક બચ્ચાના મોતથી કુનો પર્ક તંત્રમાં શોક છવાયો છે. આ મોતને લઈને કુનોમાં રહેતા ચિત્તાના રહેઠાણ અંગે અનેક સવાલો ઉભા થયા છે. ચિત્તાઓને અન્ય સ્થળે ખસેડવાની ચર્ચાઓ વચ્ચે અત્યાર સુધીમાં 4 ચિત્તાના મોત થતા સવાલો જાગ્યા છે. ત્યારબાદ માદા ચિતા દક્ષાનું મૃત્યુ થયું હતું.

17 નર, માદા અને 3 બચ્ચા

તાજેતરમાં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી 20 ચિત્તા ભારતમાં લાવવામાં આવ્યા હતા. અગાઉ 23 એપ્રીલના રોજ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા ઉદય નામના ચિત્તાનું મૃત્યુ નિપજયુ હતું.  3 ચિતા અને એક બચ્ચાના મૃત્યુ બાદ હવે કુનોમાં 24 માંથી 20 ચિત્તા બાકી છે. જેમાંથી 17 નર, માદા અને 3 બચ્ચા હોવાનું સામે આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ